હળવદમાં કરુણાંતિકા સર્જાઈ: માતાની નજર સામે ટ્રેન હડફેટે બે માસૂમના મોત

  • December 17, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદ તાલુકાના કેદારીયા પાસે ટ્રેન દુર્ઘટનામાં બે માસૂમ બાળકોના થયા  મોત, રણજીતગઢ અને કેદારીયા વચ્ચે  માતા તેના ત્રણ બાળકો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે  દુર્ધટના બની.માતાને ગંભીર ઈજા થતાં  વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા, યારે દોઢ  વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.
 જાણવા મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં સોમવાર બપોરના સમયે કણાંતિકા સર્જાઈ હતી જેમાં માતાની નજર સામે ટ્રેનની ઠોકરે ચડી જતા બે માસૂમ બાળકોના મોત થયા હતા તો ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ  આવી હતી યારે અન્ય એક બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો. બનાવની પ્રા વિગતો મુજબ હળવદના રણજીતગઢ અને કેદારીયા ગામ વચ્ચે માતા તેના ત્રણ  બાળકો સાથે રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે માલગાડી આવી જતા માલગાડીની હડફેટે આવી જતા ગોપીબેન બજાણીયા (ઉ.વ.૫) અને નીકુલ બજાણીયા (ઉ.વ.૩) એમ બે માસૂમ બાળકોના મોત થયા હતા માતાની નજર સામે જ બે માસૂમ બાળકોના મોત થયા હતા યારે અન્ય એક દોઢ વર્ષ ના બાળકનો ચમત્કારીક બચાવ  થયો હતો.જયારે માતા મંગુબેનને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા જયારે એક દોઢ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો બે માસૂમ બાળકોના મોતના બનાવને પગલે હળવદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને બનાવથી નાના એવા ગામમાં હૈયાફાટ દનના દ્રશ્યો જોવા મળ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application