હરિયાણાના પંચકુલામાં દુર્ઘટના : જાસપુરમાં ઈંટના ભઠ્ઠાની દિવાસ ધરાશાયી, 3 માસૂમના મોત  

  • September 04, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




હરિયાણામાં મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં પંચકુલા જિલ્લામાં આવેલા જાસપુરમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ ધરાશાયી થઈ છે. સમગ્ર ઘટના અનુસાર, આજે એટલે કે બુધવારે ઈંટના ભઠ્ઠામાં દિવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ બાળકોના મોત થયા હતા, જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માત રાયપુર રાની વિસ્તારના જસપુર ગામમાં થયો હતો.

આ અંગે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકોના મૃતદેહને પોતાના કબજામાં લીધા હતા. હાલ પોલીસ બાળકોના પરિવારજનો અને ઈંટના ભઠ્ઠાના માલિકની પૂછપરછ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના પટવારી નાગલા ગામનો રહેવાસી પરિવાર 15 વર્ષથી કમલા ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે.


બુધવારે સવારે 11 કલાકની આસપાસ મજૂર પરિવાર ઈંટ બનાવવાનું કામ કરી રહ્યો હતો. તેના બાળકો નજીકમાં રમતા હતા. અચાનક દિવાલ ધરાશાયી થઈ અને 4 બાળકો નીચે દટાઈ ગયા હતા. આ પછી પરિવારજનોએ તરત જ ચારેય બાળકોને બહાર કાઢ્યા અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડોક્ટરોએ બે બાળકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોની ઓળખ રાફિયા (ઉ.વ.6), મોહમ્મદ સાદ (ઉ.વ.5), જીશાન (ઉ.વ.2) તરીકે થઈ છે. ઇજાગ્રસ્ત બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News