જામનગર શહેરમાંથી ચોરાઉ મોબાઈલ સાથે તસ્કર બેલડી ઝડપાઈ

  • July 31, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે ચોરાઉ મોબાઇલ કબજે : વધુ બે શખ્સ સાત મોબાઇલ સાથે ઝપટમાં આવ્યા

જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કર બેલડી ને સીટી સી. ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે, અને તેઓ પાસેથી બે નંગ ચોરાઉ મોબાઈલ ફોન કબજે કર્યા છે. જયારે પાણાખાણ અને સાંઢીયાપુલ વિસ્તારમાં બે શખ્સને બિલ, આધાર વીનાના કુલ સાત મોબાઇલ સાથે પકડી પાડી આ દીશામાં તપાસ આગળ ધપાવી હતી.
 જામનગર શહેરમાં મોબાઇલ ફોનની ચોરીનો ઉપદ્રવ વધી ગયા પછી તસ્કરોને પકડવા માટે સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. સીટી-સી પીઆઇ ચૌધરીની સુચનાથી પીએસઆઇ પરમાર અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ. નારણભાઇ, હોમદેવસિંહ, હર્ષદભાઇને ખાનગી રાહે હકીકત મળી હતી. દરમિયાન જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા અને ખટારામાં ક્લીનર તરીકે કામ કરતા અજય જયંતીભાઈ રાઠોડ તેમજ ગોકુલનગર શેરી નંબર ૧૯ માં રહેતા અને મજૂરી કામ કરતા વિજય ચનાભાઈ ચૌહાણની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
 જેઓ પાસેથી રૂપિયા ૫૩,૦૦૦ની કિંમતના બે નંગ ચોરાઉ મોબાઈલ ફોન કરજે કરી લીધા હતા.જે બંને મોબાઈલ ફોન તાજેતરમાં સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી ચોરી કરી લીધા હોવાનું કબૂલી લીધું છે. જે બંનેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત પાણાખાણ શેરી નં. ૨-૩ વચ્ચે મોબાઇલ ચોરી કે છળકપટથી મેળવી લઇને એક શખ્સ ઉભો છે એવી બાતમીના આધારે દરોડો પાડીને બિલ આધાર વીનાના ૩ મોબાઇલ મળી આવતા પાણાખાણમાં રહેતા સુરેશસિંહ ઉર્ફે મહાવીર સંજયસિંહ જાડેજાની અટક કરી શકપડતી મિલકત તરીકે મુદામાલ કબ્જે લીધો હતો. જયારે સાંઢીયાપુલ પાસે સીટી-સી ડીવીઝનના નારણભાઇ અને યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે ૪ બિલ, આધાર વીનાના મોબાઇલ સાથે શની ભાણજી ગુજરીયા રહે. મયુરનગર-૫ને પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application