અમરેલીમાં ટ્રાફિક સમસ્યા બની માથાનો દુ:ખાવો: ટીઆરબી શોભાના પુતળા જેવા

  • November 27, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યા એટલી હદે વિકરાળ બનેલ છે કે રાહદારીઓ તેમજ વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બનેલ છે ટીઆરબી જવાનો ટ્રાફિક સમસ્યા હલ કરવાના બદલે બાઈક ઉપર બેસી મુક પ્રેક્ષકો બની રહેલ છે.જાહેર માર્ગો ઉપર આડેધડ પાર્કિંગ અને ફૂટપાથ ઉપર રેકડીઓના જામેલાના કારણે ટ્રાફિક સમસ્યા વકરેલ છે.


અમરેલી શહેરના ટ્રાફિક સતત ધમધમતા હાર્દસમા ટાવર રોડ, હરી રોડ, રાજકમલ ચોક, ભીડભંજન મહાદેવ ચોક, પોસ્ટ ઓફિસ, ટેલીફોન ઓફિસ, નાગનાથ બસ સ્ટેશન, શાક માર્કેટ સહિતના વિસ્તારના જાહેર માર્ગો ઉપર ટ્રાફિક પોલીસ કે ટીઆરબીનું અસ્તિત્વ જ ન હોય તેમ ટ્રાફિક સમસ્યા એ રાહદારીઓને બાન માં લીધેલ છે. આડેધડ વાહન પાર્કિંગ તેમજ રાહદારીઓ માટે ખાસ બનાવવામાં આવેલ ફૂટપાથ પર રેકડીઓના જમેલાના કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બનેલ છે. શહેરના નાગનાથ બસ સ્ટેન્ડ શાકમાર્કેટ રાજકમલ ચોક ભીડભંજન મહાદેવ ચોક સહિતના સતત ટ્રાફિકથી ધમધમતા પોઇન્ટ ઉપર ટીઆરબી જવાનો રાહદારીઓ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી ઉગારવાના બદલ બાઈક ઉપર બેસી મોબાઇલમાં મસ્ત બની રાહદારીઓને ટ્રાફિક સમસ્યાને હવાલે કરી રહેલ હોય તેવા દ્રશ્યો સામે આવી રહેલ છે. શહેરના રાજકમલ ચોકથી ટાવર સુધીના મુખ્ય રોડ ઉપર એક સમયે ટ્રાફિક સમસ્યા ઝીરો હતી  જ્યારે ટ્રાફિક સમસ્યાની હાર માળા વચ્ચે રાહદારીઓ વાહન ચાલકો અટવાઈ ગયેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application