પોરબંદરના હાઇવે પર રાત્રિના સમયે સર્જાતા વાહન અકસ્માત અટકાવવા માટે ટ્રાફિક શાખા દ્વારા રિફ્લેક્ટર્સ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
અકસ્માત નિવારવાના ભાગપે વાહનચાલકોને વાહનોમાં રિફલેકટર્સના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી તેમજ માલવાહક વાહનોમાં ક્ષમતા પ્રમાણે્ નિયમાનુસાર માલસામાન ભરવા ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા સમજ કરવામાં આવેલ હતી.એટલુ જ નહી પરંતુ રાત્રિના સમયે વાહનો રોડ પર પાર્ક કરવાથી અકસ્માતના બનાવ બને છે અને તેમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટી ચુક્યા છે.
તેથી છકડો રીક્ષા સહિતના વાહનોમાં પાછળના ભાગે રિફ્લેક્ટર્સ લગાવવાની કામગીરી પણ જિલ્લા હાઈવે ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. પી.એસ.આઇ. કે.બી.ચૌહાણ દ્વારા વાહનચાલકોને એવું જણાવ્યું હતું કે,હાઇવે ઉપર વાહનો ટ્રાફિકને અડચણરૂપ રાખવાને બદલે સાઈડમાં પાર્ક કરવા જોઈએ.જો કોઈ મોટા વાહનમાં પંચર પડ્યું હોય અને તેનું ટાયર બદલાવાની કામગીરી થતી હોય તો એવા સમયે આ વાહનની ૧૫ ફુટ આગળ અને પાછળ આડશ રાખવી દેવી જોઈએ અને રિફ્લેક્ટર્સવાળું વાહન રાખવું જોઈએ.જેથી રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માતો સર્જાય છે તેને અટકાવી શકાશે વાહનચાલકોમાં આ મુદ્દે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી અને લોકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech