અગ્નિકાંડની અસર: લોકમેળામાં આવાગમન 3-3 ગેઇટ વધારાશે

  • August 01, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં છેલ્લા અઢી દાયકાથી યોજાતા જન્માષ્ટ્રમી પર્વના લોકમેળામાં આ વખતે અિકાંડની અસર દેખાઈ છે. ગેમઝોનની ઘટનાને ધ્યાને લઈને લોકમેળામાં સલામતી બાબતે કલેકટર દ્રારા કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આ વખતે મેળામાં રેગ્યુલર દરવાજા ઉપરાંત એન્ટ્રી–એકઝીટ માટેના વધારાના ત્રણ–ત્રણ દરવાજા રાખવામાં આવશે. આ ઉપરાંત એક ઈમરજન્સી એકઝીટ માટે પણ ખાસ રસ્તો બનાવાશે.
રાજકોટના ભાતીગળ લોકમેળાની તૈયારીઓના આખરી ઓપ બાબતે કલેકટર પ્રભવ જોષી દ્રારા વિગતો જાહેર કરાઈ હતી. આ વખતે લોકમેળામાં ૩૦ ટકા જેટલા સ્ટોલનો ઘટાડો કરવામાં આવ્યો છે. પાંચ દિવસના આ લોકમેળામાં અંદાજે ૧૦ થી ૧૨ લાખ જેટલા લોકો મેળો મહાલવા આવતા હોય છે. મેળામાં ઓવર ક્રાઉડ ન થાય કે, ભાગદોડ આવી કોઈ દુર્ઘટના ન બને તે માટેની પુરેપુરી તકેદારી લેવામાં આવી છે. ૩૦ ટકા સ્ટોલ ઘટવાથી મેળામાં જગ્યા પણ વધશે અને લોકો વધુ સ્પેશ સાથે મેળાનો આનદં માણી શકશે. તે માટે સ્ટોલ ઘટાડીને તે મુજબનો લે આઉટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આગામી તા.૨૪ થી ૨૮ સુધી યોજાનારા મેળામાં સ્ટોલ માટે અત્યાર સુધીમાં ૪૦૦ જેટલા ફોર્મ આવ્યા છે અને સંભવત: આગામી સાહે ડ્રો થશે. મેળાના નામકરણ વિશે કલેકટર જોષીએ જણાવ્યું હતું કે, ૩૦૦થી વધુ એન્ટ્રી પ્રા થઈ છે. સ્ક્રીનીંગ કમીટી દ્રારા ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યાર બાદ વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે. દર વર્ષે મેળામાં પાંચ કરોડનું સુરક્ષા કવચ (વિમો) લેવાતો હોય છે. આ વખતે તેમાં દોઢો વધારો કરીને સાડા સાત કરોડનો વિમો લેવાયો છે. સુરક્ષા સંદર્ભે ખાસ તકેદારી રાખવામાં આવી ેછે અને રેગ્યુલર ઉપરાંતના વધારાના ૩–૩ આવા ગમનના દરવાજા પણ મેળામાં બનાવાશે. મેળામાં સિકયુરીટી સ્ટાફ પણ વધારાયો છે. ખાનગી સિકયુરીટીના દર વખતે ૧૦૦ ગાર્ડ હોય છે તેના બદલે આ વખતે ૧૨૫ ગાર્ડ રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસનો પણ બંદોબસ્ત રાખવામાં આવશે. એન્ટ્રી ગેઈટ પર મેટલ ડીટેકટર, સીસીટીવી સહિતની સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
રાઈડસની મજબુતાઈ માટેેેેેેેેેેેેેેેે જરૂરી પ્રમાણપત્રો મેળવવામાં આવશે. તેઓએ રાઈડસ માટે ફાઉન્ડેશન બનાવવાની જે વાત છે તે અંગે કહ્યું હતું કે, ટેકનીકલ બાબત છે અને સિવિલ તેમજ મીકેનીકલ એન્જીનીયરોાના નિષ્ણાંતોનો અભિપ્રાય લઈને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
આ ઉપરાંત મેળામાં આ વખતે ફાયર ફાઈટરની સંખ્યા પણ વધારી દેવાઈ છે. ગત વર્ષે ૩ ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ મેળામાં સ્ટેન્ડ બાય રખાતા હતા તેના બદલે પાંચ–પાંચ ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. તત્રં દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવશે ત્યાં સંપર્ક માટે વોકીટોકીની વ્યવસ્થા હશે. મેળામાં રાત્રીના ૧૧.૩૦ના ટકોરે પ્રવેશ બધં કરી દેવામાં આવશે. મેળામાં વિજ જોડાણમાં કયાંય ફોલ્ટ ન રહે તે બાબતે પણ ખાસ ધ્યાન રખાશે. વધુ પડતા ઘોંઘાટ ખોટા દેકારા ન થાય તે માટે અવાજની માત્રા ચકાસાતી રહેશે. ખાધ ચીજોના સ્ટોલ પર વાસી ખોરાક ન વેચાય તે માટે પણ સતત ચેકીંગ કરાતું રહેશે.


મેળામાં સ્ટોલ આપવાની વધુ એક વખત કોંગ્રેસે કલેકટર સમક્ષ કરી માગણી
રાજકોટ શહેર કોંગ્રેસ દ્રારા આજે વધુ એક વખત કલેકટર સમક્ષ ટીઆરપી ગેમઝોન અિકાંડની ઘટના સંદર્ભે કોંગ્રેસ લોકમેળામાં સ્ટોલ કરવા માગતી હોવાથી સ્ટોલ ફાળવવા લેખીત માગણી સાથે આવેદન પત્ર આપ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાની સાથે અપાયેલા લેખીત પત્રમાં એવી માગણી કરાઈ હતી કે, મેળામાં સરકારની વિવિધ યોજનાના દર્શાવતા સ્ટોલ રાખવામાં આવે છે. સરકારના પ્રચાર પ્રસિધ્ધિના આવા સ્ટોલ હોય છે. કોંગ્રેસ દ્રારા અિકાંડની દુર્ઘટના તથા આવી ઘટનાઓ ઉજાગર કરવા માટે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ સ્ટોલ રાખવા માગે છે જેથી મેળામાં સ્ટોલ ફાળવી લોકશાહી જીવતં રહે તેવું પગલું ભરવા માગણી કરી છે. રજુઆતમાં સાથે મહાપાલિકાના વિપક્ષના નેતા વશરામ સાગઠીયા, ધરમ કાંબલીયા, સંજય લાખણી, કૃષ્ણદત રાવલ વગેરે જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application