25 પેટી નશીલું સિરપ મગાવવાના ગુનામાં ભાગેડું વેપારીની આગોતરા અરજી ફગાવાઇ

  • November 28, 2023 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાણીતી આયુર્વેદિક ફાર્માની કફ સીરપ બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટિકર લગાડેલી નશાકારક પ્રવાહીની બોટલોનો રૂ.73.27 લાખનો જથ્થો ઝડપાયાના ચકચારી પ્રકરણમાં આ નસીલો સામાન મંગાવવાના ગુનામાં નાસતા ફરતા મોરબીના શખ્સની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.


આ કેસની હકીકત મુજબ મળેલ બાતમીના આધારે ડીસીબી પોલીસે રાજકોટમાં નાગરિક બેન્ક ચોક નજીક મહારાષ્ટ્ર નંદુરબારની કંપ્નીના આયુર્વેદિક કફ સીરપ્ના નામે નશાકારક સીરપ્ના વેપલાનો પદર્ફિાશ કર્યો હતો. આ ગુનામાં સ્થળ પરથી રૂ.73,27,500ની કિંમતની નશાકારક બોટલો કબ્જે કરી હતી. જેના એફએસએલના રિપોર્ટમાં ઝડપાયેલ બોટલોમાં આઇસો પ્રોપાઈલ આલ્કોહોલ અને ઇથાઇલ આલ્કોહોલ હોવાનું સામે આવતા પોલીસે મુખ્ય ધંધાર્થી આરોપી રૂપેશ નટવરલાલ ડોડીયા વગેરે સામે ફરિયાદ નોંધી કેટલાંક આરોપીઓની ધરપકડ કરી હતી.

તેમાં પુછપરછમાં મોરબીના રાહુલ અશ્વિનભાઈ કોટેચાએ 25 પેટી નશાયુક્ત સીરપ મંગાવ્યું હોવાનું ખુલતા તેની સામે પણ ગુનો નોંધાયો હતો. તે નાસતો ફરતો હતો. બાદ ધરપકડથી બચવા તેણે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, તેમાં બંને પક્ષની રજૂઆતોમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ જેડી સુથારે આરોપી રાહુલ અશ્વિનભાઈ કોટેચાની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર મુકેશ પીપળીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application