જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી

  • April 20, 2025 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના રામબન ખાતે વાદળ ફાટવાની દુર્ઘટનામાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના કેટલાક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર મળતાં જ રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી.


ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરીને ફસાયેલા પ્રવાસીઓની માહિતી મેળવી હતી. જેના પરિણામે એ જાણી શકાયું છે કે તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે. એટલું જ નહીં પ્રવાસીઓ માટે જમવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.


ગુજરાત પોલીસ સેન્ટ્રલ આઈ.બી. સહિત જમ્મુ-કાશ્મીરના સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે, જેથી પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. ગુજરાત સરકાર અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સંકલન સાધીને ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application