સપ્ટેમ્બર સુધીમાં કુલ ડાયરેકટ ટેકસ કલેકશન ૨૩.૫૧ ટકા વધ્યું

  • September 19, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ
નવી દિલ્હી
નાણા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, કોર્પેારેટસ પાસેથી વધુ એડવાન્સ ટેકસ એકત્રિત કરવાને કારણે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં નેટ ડાયરેકટ ટેકસ કલેકશન ૨૩.૫૧ ટકા વધીને . ૮.૬૫ લાખ કરોડથી વધુ થયું છે. નેટ કલેકશન . ૧૮.૨૩ લાખ કરોડના સંપૂર્ણ વર્ષના બજેટ અંદાજના ૪૭.૪૫ ટકા સુધી પહોંચી ગયું છે. ટેકસ કલેકશનમાં સતત વૃદ્ધિને એડવાન્સ ટેકસ મોપ–અપમાં ૨૧ ટકાની વૃદ્ધિને મદદ મળી હતી. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩–૨૪ માટે એડવાન્સ ટેકસનો બીજો હો ભરવાની છેલ્લી તારીખ હતી.
એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે નેટ ડાયરેકટ ટેકસ કલેકશનમાં . ૪,૧૬,૨૧૭ કરોડના કોર્પેારેટ આવકવેરા અને . ૪,૪૭,૨૯૧ કરોડના સિકયોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેકસ સહિત વ્યકિતગત આવકવેરાનો સમાવેશ થાય છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ૧૬ સપ્ટેમ્બર સુધીમાં . ૮,૬૫,૧૧૭ કરોડનું નેટ ડાયરેકટ ટેકસ કલેકશન ૨૩.૫૧ ટકાથી વધુ વધ્યું છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં એડવાન્સ ટેકસ કલેકશન . ૩.૫૫ લાખ કરોડ હતું, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં . ૨.૯૪ લાખ કરોડની સામે ૨૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ૧૬ સપ્ટેમ્બર સુધીમાં . ૩.૫૫ લાખ કરોડના એડવાન્સ ટેકસ કલેકશનમાં સીઆઈટી . ૨.૮૦ લાખ કરોડ અને પીઆઈટી . ૭૪,૮૫૮ કરોડનો સમાવેશ થાય છે. ૧૬ સપ્ટેમ્બર સુધી લગભગ ૧.૨૨ લાખ કરોડ પિયાના રિફડં જારી કરવામાં આવ્યા છે. કુલ ધોરણે, નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ માટે પ્રત્યક્ષ કર વસૂલાત . ૯.૮૭ લાખ કરોડ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં . ૮.૩૪ લાખ કરોડ કરતાં ૧૮.૨૯ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ૨૦૨૩–૨૪ના બજેટમાં પ્રત્યક્ષ કર વસૂલાત . ૧૮.૨૩ લાખ કરોડથી થોડી વધુ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જે ગયા નાણાકીય વર્ષના . ૧૬.૬૧ લાખ કરોડની સરખામણીમાં ૯.૭૫ ટકા વધુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application