દહેજમાં ૧ લાખની માગણી કરી ત્રાસ આપતા પરિણીતાએ ફિનાઇલ પી લીધુ

  • October 04, 2023 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નવા થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતી પરિણીતા પાસે સાસરીયાઓએ પિયા એક લાખ દહેજની માંગણી કરતા અને આ બાબતે તેના પર ત્રાસ ગુજારતા પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. આ મામલે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે તેણીના પતિ સહિતના સાસરીયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ મિત્તલ અશ્વિનભાઈ બગડા(ઉ.વ ૨૮) નામની પરિણીતાએ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવા થોરાળા રામનગર શેરી નંબર છ સત્યમ પાર્ક પાછળ રહેતા પતિ અશ્વિન ભીમજીભાઈ બગડા, સસરા ભીમજીભાઇ બગડા, સાસુ હંસાબેન અને નણદં જમનીનું નામ આપ્યું છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, લ થયા બાદ પતિ સહિતના સાસરીયાઓ નાની–નાની વાતોમાં તેમજ કરિયાવર બાબતે અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ પિયા ૧ લાખ દહેજની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોય ગાળો આપી ઝઘડો કરતા હતા. જેનાથી કંટાળી જઇ પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં તેણીએ આ મામલે પતિ સહિતના સાસરિયાંઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૪૯૮(ક),(ખ),૫૦૪, ૧૧૪ તથા દહેજ પ્રતિબધં ધારા હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application