નરેન્દ્ર બાપુનો નગારે ઘા: કાલે સતાધારનું સત્ય સામે લાવશે

  • January 20, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સતાધારધામની જગ્યામાં ચાલતા વિવાદમાં આપા ગીગાના ઓટલાના મહતં નરેન્દ્રબાપુ આવતીકાલે તા.૨૧ ને મંગળવારે રાત્રે ૯ કલાકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટુબ લાઇવના માધ્યમથી સત્ય ઉજાગર કરનાર કરશે તેમ જાહેર કયુ છે ત્યારે લાઇવમાં સૌને જોડાવા માટે તેમણે અખબારી યાદી થકી સૌને અપિલ કરી છે.
આપા ગીગાના ઓટલાના મહતં નરેન્દ્ર બાપુ ગુરૂ જીવરાજ બાપુએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૫ ને મંગળવારના રોજ રાત્રીના ૯ કલાકે શ્યામવાડી ટ્રસ્ટની ઓફીસ ભકિતનગર સર્કલ ખાતે ઓપન ફોર ઓલ એટલે કે આજની આ પ્રેસનોટના માધ્યમથી સમગ્ર પ્રેસ મીડીયા, સમગ્ર ઇલેકટ્રોનિક મિડીયા તેમજ સાધુ સંતો, મહંતો, સતાધાર ધામના સેવકો, તેમજ સનાતન ધર્મના સમગ્ર લોકો એટલે કે વડીલો, યુવાનો, માતાઓ, બહેનો તેમજ સમગ્ર સમાજના બુધ્ધીજીવી વર્ગ તેમજ સમગ્ર એજયુકેટેડ વર્ગ એટલે કે વકીલો, તબીબો, શિક્ષણવિદો, એન્જીનીયરો, સી.એ., બિલ્ડરો, કોન્ટ્રાકરો, જથ્થાબધં તેમજ છુટક બિઝનેસ કરતાં સર્વે વેપારીઓ, કલાસ–૧,૨,૩,૪ના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ અઢારેય કોમના એટલે કે સમગ્ર સમાજના સર્વે પદાધિકારીઓ તેમજ સમગ્ર સમાજમાં ચાલતા તમામ મંડળો, સમુહલ સમિતિઓ, ધાર્મિક પ્રવૃતિઓ એટલે કે સમુહ લો, બ્લડ ડોનેશન કેમ્પો, આરોગ્યને લગતા કેમ્પો તેમજ વૃધ્ધાશ્રમો વિગેરે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા સમગ્ર સમાજના લોકોને અમો હદય પૂર્વકનું નિમંત્રણ આપીએ છીએ કે અમારા દ્રારા ઉપરોકત સમયે સનાતન ધર્મ અને સતાધાર જગ્યા કે જયાં હજારો અને લાખો ગરીબ ગુરબાઓ, સાધુ, સંતો, બ્રાહમણો, અભ્યાગતો, મુંડીયાઓ, લુલા લંગડાઓ તેમજ શ્રધ્ધા અને આસ્થા સાથે જોડાયેલા દરેક સમાજના દરેક લોકોની આ જગ્યા એટલે કે સતાધાર ધામની આ જગ્યાનું સત્ય ઉજાગર કરવા માટે આપ સૌના સાથ અને સહકારની પણ અપેક્ષાઓ છે. અમોને આશા અને શ્રધ્ધા છે કે આપના દ્રારા અમોને એટલે કે સતધારના સત્યને ઉજાગર કરવા માટે આપ સૌ સાથ અને સહકાર આપશો.
વિશેષમાં મહતં નરેન્દ્રબાપુ ગુ જીવરાજ બાપુએ યાદીમાં ઉમેયુ છે કે અમો એ સતાધારધામની જગ્યાને કયારેય પણ જરા સરખુ પણ નુકસાન થાય તેવુ કોઇપણ કૃત્ય ભુતકાળમાં કયારેય પણ કર્યુ નથી અને ભવિષ્યમાં પણ કરવાના નથી અને અમોને કયારેય આવો વિચાર આવે તો અમારી પરંપરાઓ પણ લાજે. પરંતુ સનાતન ધર્મના નામે તેમજ સતાધારધામની જગ્યાના નામે હાલના મહતં વિજયભગત તેમજ સતાધારધામના રોડ ઉપર જ સતાધાર જગ્યાની તદ્દન નજીક રહેતા ગીતાબેન અથવા તો કોઇપણ સમાજના કોઇપણ લોકોને વ્યભિચારો, ભ્રષ્ટ્રાચારો તેમજ સતાધારધામની અખંડિતતા, ભવ્યતા અને પરંપરાઓને કોઇપણ રીતે બગાડવા દેવામાં આવશે નહી. હાલમાં વિજયભગત તેમજ ગીતાબેન દ્રારા સતાધારધામની જગ્યામાં તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં અનેક લોકોને માર મારી, માર મરાવી અને ભયનું સામ્રાજય ઉભુ કરી દેવામાં આવેલ છે. જે કોઇપણ સંજોગોમાં હવે ચલાવી લેવામાં આવશે નહીં તેમ નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું.
મહતં નરેન્દ્રબાપુ ગુ જીવરાજ બાપુએ અખબારી યાદીના અંતમાં જણાવ્યું છે કે, સતાધાર ધામની જગ્યા કોઇપણ વ્યકિત અથવા તો કોઇપણ વ્યકિતના પરમ પુજય પિતાશ્રીની હતી નહી અને છે પણ નહી, સતાધાર ધામની જગ્યા અઢારેય વર્ણની જગ્યા છે અને રહેવાની જ છે આ જગ્યા સંપૂર્ણપણે વિરકત અને ફકડની જગ્યા છે (એટલે કે બ્રહ્મચારીની જગ્યા છે) આ જગ્યા પરમ પૂજનીય શ્રી આપાગીગા ગુ દાનબાપુ, પરમ પૂજનીય શ્રી કરમણબાપુ ગુશ્રી આપાગીગા, પ.પૂ.શ્રીરામબાપુ ગુશ્રી કરમણબાપુ, પ.પૂ.શ્રી હરીબાપુ ગુશ્રી રામબાપુ, પ.પૂ. શ્રી લમણબાપુ ગુશ્રી હરીબાપુ, પ.પૂ. શ્રી શામજીબાપુ ગુશ્રી લમણબાપુ, પ.પૂ. શ્રી જીવરાજબાપુ ગુશ્રી શામજીબાપુની આ જગ્યા છે અને આ જગ્યા સંપૂર્ણપણે સતાધાર ધામની ઉત્તરોતર પરંપરાઓ મુજબ ચલાવવામાં આવેલ તે મુજબ જ ચલાવવાની છે અને હવે પુન: શ્રી આપાગીગાથી શ્રી જીવરાજબાપુ દ્રારા જે પ્રમાણે જગ્યાનું સંચાલન કરવામાં આવતુ હતુ તે જ પ્રમાણે અગામી દિવસોમાં પણ સંચાલન કરવામાં આવશે. હવે સતાધારધામની જગ્યા એટલે કે અમારી ગુરૂગાદીની અંદર કોઇપણ પ્રકારના અનિષ્ટ્રો અથવા તો જોહત્પકમીઓ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહી. હવે કોઇ પણ લોકોએ કોઇ પણ પ્રકારે એટલે કે નાના સાધુઓ હોય, બ્રાહ્મણો હોય, અભ્યાગતો હોય અથવા તો ટેલીયાઓ(સેવકો) હોય કોઇએ કોઇપણ પ્રકારનો ડર રાખવાની જર નથી તેવું આશ્વાસન નરેન્દ્રબાપુએ આપ્યું છે.
મહતં નરેન્દ્રબાપુ ગુ જીવરાજ બાપુએ યાદીના અંતમાં એમ પણ ઉમેયુ છે કે, વિજય ભગતને હવે સતાધારધામની જગ્યામાંથી રવાના થવાનો સમય આવી જ ગયો છે, જેટલા વ્હેલા રવાના થશે એટલી તેઓની પોતાની આબ બચેલી રહેશે. અન્યથા સંપૂર્ણપણે જર જણાયે કાયદાકીય રીતે પણ કાયદાની જોગવાઇઓ મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણપણે જરૂર જણાયે ફોજદારી કેસો, દિવાની કેસો, ચેરીટીના કેસો, ભુતકાળમાં થયેલ કેસોને પણ પુન: ઉજાગર કરાશે. તેમજ જર જણાયે નવા આધાર પુરાવાઓ સાથેના ફોજદારી, દિવાની, ચેરીટીને લગતા કેસો પણ કરવામાં આવશે. જેની પણ પ્રેસ મીડીયા, ઇલેકટ્રોનિક મીડીયાના માધ્યમથી વિજયભગતને પણ જાણ કરીએ છીએ. આ જાણને ખુબજ ગંભીરતા પૂર્વક લેવા માટે અમે હાલના મહતં વિજય ભગતને અનુરોધ કરીએ છીએ. સતધારધામની જગ્યાના સંપૂર્ણપણે સત્યને ઉજાગર કરવા અમારા દ્રારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવશે, જેનો સમય અને તારીખ ઉપરોકત મુજબ જાહેર કરેલ છે. તો સમગ્ર લોકોને અમારી હૃદયપૂર્વકની વિનંતીઓ છે કે અમારા આ સાથેના ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ તેમજ યુ ટયુબના માધ્યમથી લાઇવ ટેલિકાસ્ટમા જોડાવા માટેની હદયપૂર્વકની અપીલ છે

લાઇવમાં દરેક સવાલનો જવાબ આપશે નરેન્દ્રબાપુ
નરેન્દ્ર બાપુએ અખબારી યાદીમાં અપીલ કરતા જણાવ્યું છે કે, આપણા દ્રારા હજારો, લાખો લોકોને રોટલો અને ઓટલો આપી શકતા નથી પરંતુ આપણા એક નાનકડા પ્રયાસ દ્રારા સત્યને ઉજાગર કરવામાં સહકાર આપવાથી પણ ખુબ મોટુ પુણ્યનું ભાથુ બાંધી શકાય છે. તો આપ સહત્પને અમો પુન: હદયપૂર્વકની વિનંતી કરીએ છીએ કે આપ અમારા આ કાર્યક્રમમાં લાઇવ જોડાઇ અને આપને સત્યના જે કાંઇ અનુકુળ લાગે તે મુજબ ના સવાલો પણ કરી શકશો અને અમારા દ્રારા આપને યોગ્ય ખુલાસો કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે આપને અનુકુળ લાગે તો આપશ્રીઓ દ્રારા અમારા સત્યને ઉજાગર કરવાના પ્રયત્નોમાં આપ અમોને બળ આપી શકશો.

સતાધાર એટલે અઢારેય વરણની આસ્થાનું કેન્દ્ર
મહતં નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજ બાપુએ અખબારી યાદીમાં અંતમાં જણાવ્યું છે કે, સતાધાર ધામની જગ્યા કોઇપણ વ્યકિત અથવા તો કોઇપણ વ્યકિતના પરમ પુજય પિતાની હતી નહી અને છે પણ નહી..! સતાધાર ધામની જગ્યા અઢારેય વર્ણની જગ્યા છે અને રહેવાની જ છે આ જગ્યા સંપૂર્ણપણે વિરકત અને ફકડની જગ્યા છે (એટલે કે બ્રહ્મચારીની જગ્યા છે) આ જગ્યા સંપૂર્ણપણે સતાધાર ધામની ઉત્તરોતર પરંપરાઓ મુજબ ચલાવવામાં આવેલ તે મુજબ જ ચલાવવાની છે અને હવે પુન: શ્રી આપા ગીગાથી શ્રી જીવરાજબાપુ સુધીનાઓ દ્રારા જે પ્રમાણે જગ્યાનું સંચાલન કરવામાં આવતુ હતુ તે જ પ્રમાણે અગામી દિવસોમાં પણ સંચાલન કરવામાં આવશે. હવે સતાધારધામની જગ્યા એટલે કે અમારી ગુગાદીની અંદર કોઇપણ પ્રકારના અનિષ્ટ્રો અથવા તો જોહત્પકમીઓ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહી. હવે કોઇ પણ લોકોએ કોઇ પણ પ્રકારે એટલે કે નાના સાધુઓ હોય, બ્રાહ્મણો હોય, અભ્યાગતો હોય કે ટેલીયાઓ (સેવકો) હોય..કોઇએ કોઇ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી.

સતાધારની ગાદીએ ૨૫૦ વર્ષમાં બિરાજેલ સંતો
(૧) પ.પૂ.શ્રી આપા ગીગા ગુરૂશ્રી દાનબાપુ
(૨) પ.પૂ.શ્રી કરમણબાપુ ગુરૂશ્રી આપા ગીગા
(૩) પ.પૂ.શ્રી રામબાપુ ગુતુંશ્રી કરમણબાપુ
(૪) પ.પૂ.શ્રી હરીબાપુ ગુરૂશ્રી રામબાપુ
(૫) પ.પૂ.શ્રી લમણબાપુ ગુરૂશ્રી હરીબાપુ
(૬) પ.પૂ. શ્રી શામજીબાપુ ગુરૂશ્રી લક્ષ્મણણબાપુ
(૭) પ.પૂ. શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુલાઇવ ટેલિકાસ્ટમાં જોડાઇ અભિપ્રાય આપજો
મહતં નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજ બાપુએ અખબારી યાદીમાં ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ તેમજ યુ ટયુબના માધ્યમથી લાઇવ ટેલિકાસ્ટમાં જોડાઇને આપનો અભિપ્રાય ચોકકસ પણે કોમેન્ટના માધ્યમથી જણાવશો. આપની કોમેન્ટ અમોને સત્યના માર્ગ ઉપર ચાલવા માટે પ્રેરકબળ પુ પાડશે. હવે કોઇ પણ લોકોએ, કોઇ પણ સેવકોએ, કોઇ પણ સાધુ, બ્રાહ્મણ કે અભ્યાગતોએ કોઇ પણ વ્યકિતઓ દ્રારા જરા પણ ગભરાવાની જર નથી અને ડરવાની પણ જર નથી. શ્રી આપાગીગા અને જીવરાજબાપુ આપણી આ સનાતન ધર્મની લડાઈમાં આપણી સાથે છે.

મહાકુંભના મેળામાં જવાનું કેન્સલ
આપા ગીગાના ઓટલાના મહતં નરેન્દ્રબાપુ ગુ જીવરાજબાપુ મહા કુંભના મેળામાં જનાર હતા પરંતુ સતાધારની જગ્યામાં વિજય ભગતનો વિવાદ સર્જાતા તેમણે મહા કુંભ મેળામાં જવાનું પણ કેન્સલ કયુ હોવાનું ચર્ચાય રહ્યું છે.

લાઇવ જોડાવા માટેની લિન્ક જાહેર કરતા નરેન્દ્રબાપુ
 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application