કાલે થર્ટી ફર્સ્ટ નાઈટ, પોલીસ રહેશે ટાઈટ, નઠારાઓના નશા ઉતારાશે

  • December 30, 2023 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં િસ્તી ન્યુયર ૨૦૨૪ને વધાવવા માટે આવતીકાલે શહેરીજનો શાંતિથી ઉજવણી કરી શકે એ માટે કાલે થર્ટી ફસ્ર્ટ નાઈટમાં પોલીસ રહેશે ટાઈટ. રાજમાર્ગેા પર ટુ વ્હીલર, ફોર વ્હીલર લઈને છાકટા બનીને નીકળનારા પીધેલાઓ, નકારાત્મક તત્વોનો પોલીસ નશો ઉતારશે. ખાનગી પ્લોટસ, પાર્ટી પ્લોટસ, ફાર્મ હાઉસ આવા સ્થળોએ યોજાનારી પાર્ટીઓ પર પણ પોલીસ બાજ નજર રાખશે. જયાં પહોંચી ન શકાય ત્યાં ડ્રોનને દોડાવાશે.

બાય બાય ૨૦૨૩ વેલકમ ૨૦૨૪ કરવા માટે આવતીકાલે ૨૦૨૩ની આખરી રાત થર્ટી ફસ્ર્ટ નાઈટના ડીજે ડાન્સ, ડીનરની પાર્ટીઓ યોજાશે. ઉછળકુદ સાથે રાત્રે ૧૨ના ટકોરે વેલકમ ૨૦૨૪ કરાશે. આ ઉજવણીના નામે કે રાહમાં પીને વાલેકો પીને કા બહાના ચાહીએની માફક પ્યાસીઓ પણ મન મુકીને ઢીંચશે અને ઝુમ બરાબર ઝુમ થઈને નીકળી પડશે. આવા નઠારાઓને રાજકોટ શહેર પોલીસ ફત્પલ પ્રુફ પ્લાન સાથે આવતીકાલે મોડી સાંજે જ માર્ગેા પર ઉતરી પડશે.

શહેરમાં કાલે ઉજવણીમાં અતિરેક ન થાય તેના પર પોલીસનું ધ્યાન કેન્દ્રીત રહેશે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આવતીકાલે રાત્રે રાઉન્ડમાં નીકળશે. શહેરના તમામ પોલીસ સ્ટેશનોથી લઈ હેડ કવાર્ટરના સ્ટાફ, હોમગાર્ડ, ટીઆરબી સહિતના મળી ૧૨૦૦થી વધુ કર્મીઓએ રાતભર કાર્યરત રહેશે. ટ્રાફીક બ્રાંચ દ્રારા કોઈ માર્ગેા સર્કલો પર જામ ન થાય ટ્રાફીક અડચડ થાય તે રીતે વાહનો પાર્ક ન થાય, વાહન ચાલકો બેફામ ન બને તે માટે ટ્રાફીક સર્કલો માર્ગેા પર ટ્રાફીક પોલીસને તહેનાત રખાશે.

ખાસ કરીને ઉજવણીના નામે રેસકોર્ષ રીંગરોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ હવે જામનગર રોડ તથા સામા કાંઠા વિસ્તારમાં પણ રાતભર વાહનોની અવરજવર કે રાત પડીને દિવસ ઉગ્યો જેવો માહોલ રહે છે. આવા તમામ માર્ગેા પર ખાસ બંદોબસ્ત પેટ્રોલીંગ રહેશે. આ ઉપરાંત શહેરની ભાગોળેના વિસ્તારોના એરીયામાં આવતા ખાનગી પાર્ટી પ્લોટસ, ફાર્મ કે આવા સ્થળોએ થનારા આયોજનો કે ખાનગી પાર્ટીઓ પર પણ પોલીસનું પેટ્રોલીંગ, સાથે ડ્રોનને પણ આકાશમાં ઉડાન ભરાવી કયાંય આવા છુપા ડ્રીંકસ કે છુપી મહેફીલો કે અભદ્ર આયોજનો ચાલતા હોય તો બાજ નજર રાખવામાં આવશે. પોલીસ દ્રારા અત્યારે તો થર્ટી ફસ્ર્ટ નાઈટનું ફત્પલ પ્રુફ પ્લાનીંગ કરી લેવાયું છે.


જાહેર આયોજનોમાં રાત્રે ૧૦ના ટકોરે ડીજે બંધ, બધં બારણે રાત્રે ૧૨–૩૦ સુધી છૂટ

ખાનગી પાર્ટી પ્લોટસ કે ફાર્મ અથવા પોતાની રીતે જાહેર ખુલ્લ ી જગ્યાઓમાં ડીનર, ડાન્સ વીથ ડીજે જેવા આયોજનો કરાયા છે. ત્યાં આ તમામ ખુલ્લ ા સ્થળો પર નિયમ મુજબ રાત્રીના ૧૦ના ટકોરે ડીજે માઈક બધં કરવા પડશે નહીં તો પોલીસ બધં કરાવશે. રાત્રે ૧૦ વાગ્યા બાદ જાહેર આયોજનોમાં માઈક, ડીજે ચાલુ રાખનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. જયારે બધં બારણે રેસ્ટોરન્ટ, હોટલ્સ કે આવી ચાર દિવાલી જગ્યાઓમાં થતાં આયોજનોમાં નિયત માત્રાના ડેસીબલ સુધીમાં વાંજીત્રો વગાડી શકાશે. રાત્રે ૧૨ના ટકોરે ન્યુયર ૨૦૨૪ને વેલકમ કર્યા બાદ રાત્રે ૧૨.૩૦ વાગ્યા સુધીમાં કાર્યક્રમો સમેટી લેવા પડશે. આમ પોલીસ દ્રારા બાય બાય ૨૦૨૩ વેલકમ ૨૦૨૪ કરવા ઉજવણીમાં શહેરીજનોને મુશ્કેલી ન ઉદભવે તે માટે ગોઠવણ કરાઈ છે.


પીધેલા વધુ ૨૬નો પોલીસે નશો ઉતાર્યેા


થર્ટીફસ્ટની ઉજવણીના નામે દાની મહેફિલ માણી જાહેરમાં નીકળતા પ્યાસીઓને ઝડપી પાડવા માટે  છેલ્લા કેટલાક દિવસથી પોલીસની જુદ જુદા વિસ્તારમાં ડ્રાઈવ કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ દરમિયાન પોલીસે દા  પીધેલી હાલતમાં નીકળેલા ૨૬ પ્યાસીઓને ઝડપી પાડી નશો ઉતાર્યેા હતો. જેમાં બી ડિવિઝન પોલીસે શાક્રીમેદાન નજીક રાજકુમાર કોલેજ સામે રોડ ઉપરથી આશીફ તાસીરભાઇ ચૌહાણ (રહે.મોરબી રોડ ઇન્ડીયન હોમ પાઇપના કારખાના સામે),  રજપુતપરા શેરીનં–૦૬ પાસેથી મહેશ ભનુભાઇ ધરજીયા (રહે.ચુનારાવાડ), પારેવડી ચોક પાસેથી જગદીશ ખીમજીભાઇ ગોહેલ (રહે.ભગવતીપરા જયપ્રકાશનગર શેરી નં.૦૮), મોરબી રોડ વેલનાથપરાના પુલ નીચેથી પ્રફુલ હેમુભાઇ સોલંકી (રહે.મોરબી રોડ જકાતનાકા પાસે ખોડીયાર પાર્ક), ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઈન્દા વાલાભાઇ વકાત્તર (રહે.ધમલપર ગામ), કુવાડવા પોલીસે ડા ટ્રાન્સપોર્ટ નગર ડીયોડેપ કારખાના પાસેથી દિનેશ બટુકભાઇ સોલંકી   સોખડા ચોકડી પાસેથી અશોક રવજીભાઇ બાવળીયા (રહે.નવાગામ (આણંદપર), નવાગામ પાસેથી રસીક લાધાભાઇ ચૌહાણ (રહે ત્રણેય (રહે. નવાગામ (આણંદપર), બામણબોર ચેક પોસ્ટ પાસેથી રમેશ વાલજીભાઇ ડાભી (રહે.બામણબોર) વાળાને તેમજ થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક પાસેથી રાજન મુકેશભાઇ લાલકીયા (રહે.લલુડી વોકળી શેરી નં ૦૧), રાજમોતી મીલ પાસેથી કનૈયા નાનજીભાઇ રતનોતર (રહે.મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં ૬),કુ બલીયા પરા નજીકથી અનિલ ભિખુભાઇ વિસપરા (રહે.લક્ષમણ પાર્ક), ગંજીવાડા  પાસેથી સુનીલ ડાયાભાઇ ગોહેલ (રહે.ગંજીવાડા શેરી નં ૮),  ચુનારાવાડ ચોક પાસેથી ભરત માધાભાઇ બહોકીયા (રહે, મનહરપુર ઢોરા વાળૂ), જીજ્ઞેશ બાબુભાઇ ગોહિલ (રહે.આજી ધ વ્યુ હોટલ), દીનેશ મુદ્રીભાઇ ભૈયા (રહે .ગોકુલ નગર આવાસ યોજના), સંજય ધીભાઇ મકવાણા (રહે, માજોઠીનગર શેરી નં ૧)ને વાહન સાથે પીધેલી હાલતમાં  નીકળતા ઝડપી પાડા હતા. ગાંધીગ્રામ પોલીસે ચેકીંગ દરમિયાન જામનગર રોડ પરથી હરદેવ દેવદાનભાઈ હત્પંબલ (રહે. જામનગર રોડ સૈનિક સોસા), એરપોર્ટ સર્કલ પાસેથી પ્રકાશ નવીનભાઇ સોની(નેપાળી ) (રહે.અમરજીતનગર)ને ઝડપી લીધા હતા. માલવિયાનગર પોલીસે ડ્રાઈવ દરમિયાન અમરનગર શેરીમાંથી કમલેશ કુરજીભાઇ સરવૈયા, લમીનગર મેઈન રોડ પરથી સંજય ભરતભાઇ પરમાર (રહે.પ્રધ્યુમન ગ્રીન સીટી સામે આર.અમ.સી કવાર્ટર), એ ડિવિઝન પોલીસે હરીહર ચોક પાસેથી મયુર મોહનભાઇ રાઠોડ રહે.હાલ ઘુતારપુર ગામ તા.જી.જામનગર), ગોડાઉન ચોક પાસેથી ઉમેશ મનસુખભાઇ જાગઠીયા (રહે આલાભાઇના ભઠ્ઠે), આજીડેમ પોલીસે કોઠારીયા મેઇન રોડ પરથી સ્કોર્પિયોમાં નીકળેલા અજય ભરતભાઇ લાવડીયા (રહે.ગણેશ સોસાયટી કોઠારીયા રોડ) ને ઝડપી પાડી તમામ સામે જાહેરમાં કેફી પ્રવાહી પી નીકળવા સબબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પીધેલા પકડાયેલાઓમાં મોટાભાગના આમ તો સાવ સામાન્ય જ છે. નબીરાઓ, ધનાઢયો ઓછા ઝપટે ચડે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application