નવા શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળા ખોલવા મંજૂરી લેવાની અરજી માટે કાલે છેલ્લો દિવસ

  • November 29, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી વર્ષ ૨૦૨૫માં જુન મહિનાથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારભં થશે. ત્યારે ગાંધીનગર જિલ્લા સહિત ધોરણ ૧થી ૫ ધોરણ સુધીની નવી ખાનગી શાળા અને ધોરણ ૬થી ૮ સુધીની ઉચ્ચત્તર ખાનગી શાળા ખોલવા માટે મંજુરી લેવાની અરજી કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ નિયત કરાયો છે. સાથે જ નોન ગ્રાન્ટેડ સ્કૂલ્સમાં ક્રમિક અને નવા વર્ગ વધારવા માટેની પરવાનગી મેળવવા પણ ઓનલાઇન અરજીઓ જ સ્વિકારાશે.
રાયના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના સુત્રોએ જણાવ્યા પ્રમાણેનવા શૈક્ષણિક વર્ષમાં કોઇ કંપની, ટ્રસ્ટ કે સંસ્થાએ નવી ખાનગી શાળા ખોલવી હોય તો તેના માટે ગત તારીખ ૨૧મી નવેમ્બરથી ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું શ કરવામાં આવ્યુ હતું અને તારીખ ૩૦મી નવેમ્બર ઓનલાઇન દરખાસ્તો મોકલવા માટે છેલ્લો દિવસ નિયત કરવામાં આવેલો છે.
ઓનલાઇન અરજીની સાથે માંગ્યા મુજબના દસ્તાવેજો ફરકજીયાત અપલોડ કરવાના છે. ત્યાર બાદ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાશાનાધિકારી કે જિલ્લા શિક્ષણાધિકારીને પણ ઉપરોકત અરજીઓ હાર્ડકોપીમાં ચેકલીસ્ટની સાથે આપવા માટે તારીખ ૪ ડિસેમ્બર સુધીની સમય મર્યાદા નિયત કરવામાં આવી છે. ધોરણ ૧થી ૫ની અને ધોરણ ૬થી ૮ની શાળા અલગ એકમ ગણવામાં આવનાર છે.
તેથી બન્ને વિભાગ શ કરવાના હોય તો અલગ અરજી અનિવાર્ય રહેશે. આ ઉપરાંત વિભાગ દિઠ પિયા ૨૫ હજારની ફી ભરવાની રહેશે. ક્રમિક વર્ગ અથવા વધારાના વર્ગની મંજુરી લેવાની હોય તો તેના માટે વર્ગ દિઠ પિયા ૫ હજારની ફી નિયત કરવામાં આવી છે. ઉપરોકત તમામ ફી ઓનલાઇન અરજી સબમીટ કરવામાં આવ્યા બાદ સાયબર ટ્રેઝરી મારફતે નેટ બેન્કિંગના માધ્યમથી ભરવાની રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application