આવતીકાલે આસો સુદ દશમને શનિવારે વિજયા દશમી એટલે કે દશેરા પર્વ છે.કાલે શહેરમાં જવાહર મેદાન અને માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ દહન થશે જલેબી ચોળાફળી અને મીઠાઈના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો હોવા છતાં લોકો દશેરા પર્વ નિમિત્તે તે ખરીદીને પર્વ મનાવશે. રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો તે દિવસ આસો સુદ દશમ હતો .આથી આ દિવસને વિજયા દશમી અને દશેરા કહેવામાં આવે છે. વિજયાદશમી પર્વ પ્રાચીન સમયથી પરંપરાગત અને આસ્થાભેર ઉજવવામાં આવે છે.કાલે તારીખ ૧૨ને શનિવારના રોજ વિજયાદશમી પર્વ મનાવવામાં આવશે. કાલે સાંજે છ કલાકે શહેરના જવાહર મેદાન ખાતે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.જ્યારે શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી પ્રેરિત રાવણ દહનનો કાર્યક્રમ સતત ૧૧મા વર્ષે કરવામાં આવશે.રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજ અને પોલીસ તંત્ર દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવશે.ક્ષત્રિય સમાજ દ્વારા કાલે સવારે ચિત્રાના ગાયત્રી મંદિરેથી બાઈક રેલી નીકળશે.જે નવાપરા પહોંચ્યા બાદ શસ્ત્ર પૂજન કરવામાં આવશે. જેમાં ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ સહિત અનેક ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહેશે.પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવશે.જેમાં રેન્જ આઇજી,જિલ્લા પોલીસ વડા અને પોલીસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેશે. દશેરાના દિવસે ભાવેણાવાસીઓ ચોળાફળી, જલેબી અને મીઠાઈઓ આરોગે છે. આ વર્ષે જલેબી, ચોળાફળી અને મીઠાઈના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો હોવા છતાં લોકો તે ખરીદીને દશેરા પૂર્વ મનાવશે.જલેબી રૂ.૧૦૦ થી રૂપિયા ૪૦૦ સુધી પ્રતિ કિલોનો ભાવ છે. જ્યારે ચોળાફળી રૂ.૧૫૦થી ૩૦૦ પ્રતિ કિલોનો ભાવ છે. જ્યારે મીઠાઈ રૂપિયા ૪૦૦થી ૮૦૦ પ્રતિ કિલોના ભાવ છે. મોટાભાગે લોકો મિક્સ મીઠાઈ ખરીદે છે. અને કંપનીઓ તેમજ પેઢીઓ દ્વારા દશેરા નિમિત્તે તેમના કર્મચારીઓને આપવા માટે જલેબી,ચોળાફળી અને મિઠાઈની
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech