આવતીકાલે શરદ પૂનમે આકાશમાં જોવા મળશે અદ્ભૂત નજારો, દેખાશે હન્ટર મૂન

  • October 16, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચંદ્ર અને પૃથ્વી એકબીજાની ખૂબ નજીક આવવાના છે. 17 ઓક્ટોબરથી ત્રણ દિવસ માટે ચંદ્ર ઘણો મોટો દેખાશે. તેને ’હન્ટર મૂન’ કહેવામાં આવે છે. નાસા અનુસાર, આ વર્ષનો આ ત્રીજો અને સૌથી મોટો સુપરમૂન હશે. આ સમયગાળા દરમિયાન પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ 3.57 લાખ કિલોમીટર હશે. આ વર્ષે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું આ સૌથી ઓછું અંતર હશે. બંને વચ્ચે સામાન્ય અંતર લગભગ 3.84 લાખ કિલોમીટર છે.
નાસા અનુસાર 17 ઓક્ટોબરે ચંદ્ર પૃથ્વીની ભ્રમણકક્ષામાં તેના સૌથી નજીકના બિંદુ ’પેરીગી’ પર પહોંચશે. આ કારણે તે સામાન્ય પૂર્ણિમાના ચંદ્રની તુલનામાં 15 ટકા મોટો અને 30 ટકા તેજસ્વી દેખાશે. તે રાત્રે સ્વચ્છ આકાશમાં સ્પષ્ટપણે દેખાશે.
પશ્ચિમી દેશોમાં હન્ટર મૂન નામ પ્રચલિત છે. પ્રાચીન સમયમાં શિકારીઓ માટે શિયાળાની તૈયારીઓ શરૂ કરવાનો આ સંકેત હતો. તેઓ મોટા ચંદ્રને જોઈને શિકાર કરવાનું શરૂ કરતા હતા. અમેરિકા અને અન્ય કેટલાક પશ્ચિમી દેશોમાં તેને ’ફોલિંગ લીવ્સ મૂન’ અને ’બ્લડ મૂન’ પણ કહેવામાં આવે છે.
ભારતમાં હન્ટર મૂન 17 ઓક્ટોબરે સાંજે 4:26 વાગ્યાથી દેખાશે. જો કે આ વિવિધ વિસ્તારોમાં સૂયર્સ્તિના સમય પર નિર્ભર રહેશે. હન્ટર મૂન સૂયર્સ્તિ પછી તરત જ દેખાશે. ભારતમાં આ વર્ષે હજુ બે પૂર્ણિમાના દિવસે (16 નવેમ્બર અને 15 ડિસેમ્બર) ચંદ્ર મોટો દેખાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News