ભારતીય ટીમ આજે ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ એની પોતાની અંતિમ મેચમાં કેનેડા સામે ટકરાવાની છે. ભારત સતત ત્રણ મેચ જીતીને સુપર એઈટમાં પહેલાથી જ જગ્યા બનાવી ચૂક્યું છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ફ્લોરિડામાં રમાશે. આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી પર રહેશે જે કેપ્ટન રોહિત શમર્િ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા આવી રહ્યો છે, પરંતુ ત્રણેય મેચમાં તે ફ્લોપ રહ્યો છે.
કોહલી આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 150 થી વધુના સ્ટ્રાઈક રેટથી 700 થી વધુ રન બનાવ્યા પછી ટી-20 વર્લ્ડ કપમાં આવ્યો પરંતુ પ્રારંભિક મેચોમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. હવે તે ત્રણ મેચમાં 1.66ની એવરેજથી માત્ર પાંચ રન જ બનાવી શક્યો છે, જેમાં અમેરિકા સામે પ્રથમ બોલ પર ખાતું ખોલ્યા વિના આઉટ થવાનો પણ સમાવેશ થાય છે. તેની પાસેથી આઈસીસી સ્પધર્મિાં ફરી એક વાર સારું પ્રદર્શન કરવાની અપેક્ષા છે જે કદાચ 13 વર્ષ પછી વધુ એક આઈસીસી ટાઇટલ જીતવાની ભારતની છેલ્લી તક છે.
ભારતીય ટીમ ન્યૂયોર્કથી 1850 કિમીની સફર કરીને ફ્લોરિડા પહોંચી છે અને આશા છે કે શહેર બદલાવાની સાથે કોહલીનું કિસ્મત પણ બદલાઈ જશે. બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમની પિચ કદાચ બોલરોને ન્યૂ યોર્ક જેટલો સપોર્ટ ન આપી શકે, જ્યાં પિચ અસમાન ઉછાળો અને ધીમી આઉટફિલ્ડ ધરાવતી હતી, જેના કારણે ક્રિકેટ કરતાં મેદાન અને પિચ વિશે વધુ ચર્ચા થઈ હતી. જો કે, કોહલી પરનું દબાણ એ હકીકતથી ઘટશે કે તેના ખરાબ પ્રદર્શનની ટીમના પ્રદર્શન પર કોઈ અસર થઈ નથી.
ભારત
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.
કેનેડા
એરોન જોન્સન, નવનીત ધાલીવાલ, પરગટ સિંહ, દિલપ્રીત બાજવા, નિકોલસ કિર્ટન, શ્રેયસ મોવા (વિકેટ કીપર), ડિલન હેલીગર, સાદ બિન ઝફર (કેપ્ટન), કલીમ સના, જુનૈદ સિદ્દીકી, જેરેમી ગોર્ડન.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech