ટી–૨૦ વલ્ર્ડ કપ ૨૦૨૪ની ૮મી મેચ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાશે. બંને વચ્ચેની આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ એક નવું સ્ટેડિયમ છે, જેના પર હજુ સુધી ઘણી મેચ રમાઈ નથી. આ મેદાનની પિચ અત્યાર સુધી સમજની બહાર છે.ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ડ્રોપ ઇન પિચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે, એવી પીચ જે અન્ય જગ્યાએ બનાવવામાં આવી હતી અને પછી સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવી હતી. વાસ્તવમાં અહીંની પિચ માટે ઓસ્ટ્રેલિયાના એડિલેડની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની પીચો પર સારો ઉછાળો જોવા મળે છે, જેના કારણે ત્યાંની માટીથી બનેલી નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચમાં પણ બાઉન્સ જોવા મળ્યો હતો. જોકે, આ ઉછાળો અસમાન હતો, જેના કારણે બેટસમેનોને ઘણી મુશ્કેલી પડી હતી. આ સિવાય પિચ અને આઉટફિલ્ડ પણ ધીમી દેખાઈ હતી.
ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર બાંગ્લાદેશ સામે વોર્મ અપ મેચ રમી હતી. જોકે ભારતીય બેટસમેનોએ સારી રમત દેખાડી હતી. પરંતુ આ પછી શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ આફ્રિકન બોલરોએ ૧૯.૧ ઓવરમાં માત્ર ૭૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતા આફ્રિકાએ ૧૬.૨ ઓવરમાં જીત મેળવી લીધી હતી. મેચમાં ફાસ્ટ બોલરની સાથે સ્પિનરને પણ મદદ મળી.
ભારતીય ટીમ ટી૨૦ વલ્ર્ડ કપ ૨૦૨૪ની શઆત જીત સાથે કરી શકે છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચેના આંકડા આ વાતની સાક્ષી છે. ટી૨૦ ઈન્ટરનેશનલમાં યારે પણ બંને ટીમો ટકરાયા છે ત્યારે ભારત જીત્યું છે. ભારત અને આયર્લેન્ડ અત્યાર સુધી ટી૨૦ ઇન્ટરનેશનલમાં ૭ વખત સામસામે આવી ચૂકયા છે. આ સમયગાળા દરમિયાન, મેન ઇન બ્લુએ તમામ ૭ મેચ જીતી છે અને આયર્લેન્ડને ૧ પણ જીત મળી નથી.
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે ૪ અને ફિલ્ડીંગ કરતી વખતે ૩ મેચ જીતી છે. ટી૨૦ વલ્ર્ડ કપમાં ભારત અને આયર્લેન્ડ અત્યાર સુધી એક વખત સામસામે આવી ચૂકયા છે. ટી–૨૦ વલ્ર્ડ કપ ૨૦૦૯માં ટીમ ઈન્ડિયાનો સામનો આયર્લેન્ડ સામે થયો હતો. ભારતે આ મેચ ૮ વિકેટે જીતી લીધી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech