આજે 121 વર્ષ જૂની કેડબરી ચોકલેટ દેખાય છે કંઈક આવી , થઈ રહી છે હરાજી જાણો કેમ?

  • July 18, 2023 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોકલેટ એક એવી વસ્તુ છે હંમેશા બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ ઉંમરના લોકોમાં લોકપ્રિય છે, જેના વિશે તાજેતરમાં એક રસપ્રદ ચર્ચા વાયરલ થઈ રહી છે. હાલમાં જ લગભગ 121 વર્ષ જૂની કેડબરી ચોકલેટ હરાજી માટે મૂકવામાં આવી રહી છે. મોટા ભાગના લોકો અંદાજ પણ લગાવી શકતા નથી કે કેડબરી આટલી જૂની કંપની હોઈ શકે છે, પરંતુ આ જૂની કેડબરી ચોકલેટની હરાજી અંગે તમારા મનમાં ઘણા સવાલો ઉઠતા જ હશે. ખરેખર, તેની પાછળ પણ એક ખાસ કારણ છે


જણાવવામાં આવી રહ્યું છે કે 1902માં એક 9 વર્ષની બાળકીને કોઈએ કેડબરી ચોકલેટ આપી હતી, પરંતુ તેને ખાવાને બદલે બાળકીએ તેને સુરક્ષિત રાખી હતી. હવે લગભગ 121 વર્ષ આ ચોકલેટની હરાજી થવા જઈ રહી છે. ખરેખર, હવે મેરી એન બ્લેકમોરની પૌત્રી 72 વર્ષીય જીન થોમ્પસન આ ચોકલેટની હરાજી કરવા જઈ રહી છે. જીન થોમ્પસન કહે છે કે આ વેનીલા ચોકલેટ અમારા પરિવારમાં દાયકાઓથી છે.


આ ચોકલેટ વર્ષ 1902માં ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ VII અને રાણી એલેક્ઝાન્ડ્રાના રાજ્યાભિષેકના ખાસ અવસર પર બનાવવામાં આવી હતી. ચોક્કસપણે તે સમયે મોંઘી ચોકલેટ સરળતાથી ઉપલબ્ધ ન હતી. આ જ કારણ હતું કે, જ્યારે 9 વર્ષની મેરી એન બ્લેકમોરને આ ચોકલેટ ખાવા મળી ત્યારે તેણે તેને ખાવાને બદલે તેને સુરક્ષિત રાખવાનું જરૂરી માન્યું.



અહેવાલ મુજબ હેન્સન્સમાં આ ચોકલેટની હરાજી કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આનાથી જરૂર કરતાં વધુ કમાણી થઈ શકે છે. એવું જોવામાં આવે છે કે ઘણી વખત લોકો ઈતિહાસ સાથે જોડાયેલી વસ્તુઓ માટે અપેક્ષા કરતા ઘણી વધારે કિંમત ચૂકવે છે.હરાજી થનારી આ ચોકલેટ એક્સપાયર થઈ ગઈ છે અને ખાવા લાયક નથી. વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં જોઈ શકાય છે કે ચોકલેટનું આ ટીન બોક્સ જોવામાં અદ્ભુત છે, જેના પર રાજા અને રાણીની તસવીર પણ બનેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application