જલ જો ના હોતા તો યે જગ જાતા જલ....
જળરૂપી અમૃતનું મૂલ્ય ક્યારે સમજીશું...?... હાલારના દરિયાને નદીઓને ડેમોને પ્રદુષણથી બચાવીએ..
વિશ્વ જળ દિન દર વર્ષે 22 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે.
વિકાસની આંધળી દોટમાં જળ,નદી, તળાવ,દરીયો અને પયર્વિરણનો પ્રદુષણરૂપી રાક્ષસ ભોગ લઈ રહ્યો છે ત્યારે આજે વિશ્વ જળ દિને જળ, પાણીનું મહત્વ સમજીએ, પ્રદુષિત થવા ના દઈએ,વેડફાટ ના કરીએ તે પ્રત્યેક નાગરિકની ફરજ છે.
આજે વિશ્વ જળ દિવસ છે. લોકોને પાણીના મહત્વ અંગે માહિતગાર કરવા અને પાણીનો બગાડ કરતા રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 1993થી દર વર્ષે 22 માર્ચના રોજ વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવામાં આવે છે.
વર્તમાન સમયમાં જળ સમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળ વ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.
જામનગર શહેરમાં વહેતી રંગમતી નાગમતી એટલી હદે પ્રદુષિત થઈ ચૂકી છે,કે ત્યાંથી પસાર થવા નાકને રૂમાલથી ઢાંકી દેવું પડે છે,રીવર ફ્રન્ટ બન્યા પહેલા બન્ને નદીને ઉંડી ઉતારી વહેણ સાફ કરવું ખૂબ જ જરૂરી છે.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ દરીયા કીનારો ધરાવતું રાજ્ય છે જામનગર તેમજ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ બંદરો આવેલા છે ત્યારે દરિયામાં પ્રદુષણ ના ફેલાય જળચર પ્રાણીઓને હાની ના પહોંચે,નદી, તળાવમાં પ્રદુષણ ના ફેલાઇ તે માટે જાગૃતતા કેળવી ખૂબ જ જરૂરી છે.
જામનગરના રણમલ તળાવની જ વાત કરીએ તો આટલી સીકયોરીટી,સીસી ટીવી કેમેરા હોવા છતાં અવારનવાર અસંખ્ય કુડો,કચરો,પાણીની બોટલો તરતી જોવા મળે છે.પાણી,જળ,નીર જીવ માત્ર માટે અમૂલ્ય છે ત્યારે તેને પ્રદુષિત ના થવા દેવી તે દરેક નાગરિકની ફરજ છે.સમગ્ર હાલારની ભાગ્યે જ કોઈ એવી નદી હશે કે જેને પ્રદુષણનું ગ્રહણ લાગ્યુ ના હોય ગુજરાત રાજ્યના કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જળ સમસ્યા (અછત) વર્ષો જૂની છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાકિનારાની જમીનનું ધોવાણ તેમ જ ખારાશનું પ્રમાણ વધી જવું જેવી સમસ્યાનો પણ ગુજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે.
વિશ્વ જળ દિવસનું મહત્વ:પૃથ્વી પરના તમામ તાજા અને મીઠા પાણીમાંથી લગભગ 99 ટકા ભૂગર્ભજળ લોકોને મોટી સંખ્યામાં લાભો અને તકો પ્રદાન કરે છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે માનવસર્જિત જોખમોને કારણે મોટા પાયે પાણીની અછત અને પ્રદૂષણ હવે અબજો લોકોના જીવન અને આજીવિકાને અસર કરી રહ્યું છે. આ જ કારણ છે કે જળ સમૃદ્ધ ભૂગર્ભજળની વધતી જતી અછત, જે વૈશ્વિક વસ્તી દ્વારા ઘરેલું વપરાશ માટે પાણીના નિયમિત ઉપયોગ માટે યોગદાન આપે છે, તેને હવે અવગણી શકાય નહીં.
આ ઉપરાંત નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમ જ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા પણ સમગ્ર ગુજરાતમાં છે તેને લીધે અનેક રોગોએ પણ ભરડો લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશસ્ત્રોના વેચાણમાં ભારતનો નવો રેકોર્ડ:૨૩,૬૨૨ કરોડના સંરક્ષણ સાધનોની નિકાસ
April 02, 2025 10:56 AMદ્વારકાના આધેડે અકળ કારણોસર દુકાનમાં ગળાફાંસો ખાધો
April 02, 2025 10:41 AMએક વર્ષમાં ગુજરાતમાં જીએસટીથી 73,281 કરોડ રૂપિયાની આવક
April 02, 2025 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech