ગુજરાતની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ રાયપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લ ાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો હતો.
રાયપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, જો ભારતીય સંસ્કૃતિને જાણવી હશે, તો સંસ્કૃત ભાષા શીખવી જ પડશે. ભારતીય જ્ઞાન–પરંપરાના મૂળ આધારપ વેદ, ઉપનિષદ વગેરે સંસ્કૃતમાં જ લખાયેલા છે. તેના આધારે જ ગીતા, રામાયણ–મહાભારત તેમજ ક્રોતસૂત્ર અને ગ્રંથોની રચના થઈ છે. આ રીતે વેદ આપણી સંસ્કૃતિ અને ધર્મનો આધારસ્તભં છે. પ્રાચીન ભારતીય વૈચારિક દર્શન અને જીવનદર્શનનો મૂળ આધાર સંસ્કૃત સાહિત્ય અને તેમાં લખાયેલા ગ્રંથો છે, તે સંસ્કૃતની મહત્તા દર્શાવે છે. તેમ તેમણે જણાવ્યું હતું.
સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંતકુમાર સેનાપતિએ યુનિવર્સિટીએ મેળવેલી સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓની વાત કરતાં જણાવ્યું હતું કે, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વિકસિત ભારત માટે પાયાના પથ્થર સાબિત થાય તે પ્રકારના વિધાર્થીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે જુદા જુદા પાંચ જેટલા ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
રાયપાલ અને મહાનુભાવોના હસ્તે ગુજરાતનાં સંસ્કૃત વિદ્રાન ડો. વસતં પરીખને સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્રાન–૨૦૨૫ પુરસ્કાર અને શોધાર્થી નિકુલ શાન્તિલાલ શીલુને શોધવિભૂષણમ પુરસ્કાર–૨૦૨૫ એનાયત કરવામાં આવ્યો હતો. નેકના પૂર્વ નિયામક પ્રો. એસ. સી. શર્માએ પ્રસંગોચિત ઉદબોધન કયુ હતું. પ્રભારી કુલસચિવ પ્રો. લલિતકુમાર પટેલે આભારવિધ કરી હતી.
દિક્ષાંત સમારોહમાં શાક્રી (બી.એ.)–૩૪૦, આચાર્ય (એમ.એ.)–૧૯૫, પી.જી.ડી.સી.એ.–૧૬૯, શિક્ષાશાક્રી (બી.એડ.)–૫૨ અને વિધાવાચસ્પતિ (પીએચ.ડી.)–૧૦ અને ૨૩ ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને ૦૪ સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ મળીને ૨૭ જેટલા પદકો સાથે કુલ ૭૬૬ ડિગ્રી પ્રમાણપત્રો વિધાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં હતાં. આ અવસરે જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લ ા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લ ા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત સંસ્કૃત યુનિવર્સિટીના પ્રધ્યાપકો, સંતો–મહંતો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
એનએસએસ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
૧૭માં પદવીદાન સમારંભના ઉપલક્ષમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ એનએસએસ વિભાગ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં એનએસએસના સ્વયંસેવકો, અધિકારીઓ અધ્યાપકઓ, કર્મચારીઓ અને અન્ય લોકો દ્રારા ૩૦ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું. આ બ્લડ ડોનેશન કેમ્પના સંયોજક તરીકે પ્રોગ્રામ કો–ઓર્ડીનેટર અને પ્રોગ્રામ ઓફિસર ડો. જયેશકુમાર ડી.મુંગરાએ કામગીરી કરેલ હતી. આ કેમ્પને સફળ બનાવવામા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથના સભ્યોનો સહકાર પ્રા થયેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech