બામણબોરના નવાપરામાં રહેતાં સંજય લક્ષમણભાઇ બાવળીયા (ઉ.વ.૩૦) નામના યુવાને ગત સાંજે મમાં છતના હત્પકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ૨૨ ફેબ્રુઆરીના લની પ્રથમ વર્ષ ગાંઠ ઉજવે એ પહેલા જ યુવકે જિંદગીથી છેડો ફાડી નાખતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. નાના ભાઈના આપઘાત કરવા પાછળનું કારણ કોઠારીયા સોલ્વન્ટમાં માવતર ધરાવતી પત્ની પલ્લવીબેન અને તેની માતા મધુબેન હોવાનું પોલીસને નિવેદનમાં જણાવતા એરપોર્ટ પોલીસે મૃતકના ભાઈ વિજયના નિવેદનના આધારે ભાઈની પત્ની પલ્લવી અને તેની માતા મધુબેન દિનેશભાઇ પંચાળા સામે આઇપીસીની ૩૦૬ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં મૃતકના ભાઈ વિજયે જણાવ્યું છે. અમે બે ભાઈ એક બહેનમાં સંજય બીજા નંબરે હતો તેના લ એકાદ વર્ષ પહેલા કોતરીયા સોલ્વન્ટમાં રહેતી પલ્લવી દિનેશભાઇ પંચાળા સાથે થયા હતા. પલ્લવીબેન મહિનો સરખી રીતે રહ્યા બાદ ઘરકામ અને પિયરમાં જવા બાબતે ઘરમાં ઝગડા કરતા હતા મારો ભાઈ કહેતો કે, મારી સાસુ મધુબેન અને પત્ની પલ્લવી જુગાર રમવાની ટેવ વાળી છે હત્પં જે કાંઈ કમાવ છું એ પૈસા જુગાર સહિતના ખર્ચમાં ઉડાડી દયે છે.અને જો હત્પં પૈસા ન આપું તો મને ધમકીઓ આપે છે. હત્પં મારા સાસુ અને પત્નીના ત્રાસથી કંટાળી ગયો છું, આવું અનેક વખત મારો ભાઈ મને કહેતો હતો. ભાઈના સાસુ મધુબેન અને પત્ની પલ્લવી ઘરે આવી ને કહી જતા હતા કે તું મારી જા તો અમને કાંઈ ફેર પડવાનો નથી તારે પૈસા તો આપવા જ પડશે આમ સાતેક દિવસ પહેલા પણ ઝગડો કરી પોલીસ કેસ કરીને ફિટ કરાવી દેવાની પણ ધમકી આપી હતી. તેની પત્ની રિસામણે હોવાથી મારી ભાઈ અવારનવાર ફોન કરી ને તેડવા આવવાનું કહેતો હતો. ત્યારે તેના સાસુ મધુબેન એવું કહેતા કે અમારે છૂટાછેડા લઇ લેવા છે. અને તેના પાંચ લાખ તમારે આપવા પડશે નહીંતર તમને આખા પરિવારને ફિટ કરાવી દઈશ આવી ધમકી આપી હતી. આ રીતે તેની પત્ની અને સાસુ ના ત્રાસ થી મારિઓ ભાઈ અસહ્ય ત્રાસી ગયો હતો અને તેનાથી કંટાળી ગઈકાલે સાંજે પ્લાસ્ટિકની દોરી છતના હંકમાં બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં હાજર ડોકટરે મરણ ગયાનું જણાવ્યું હતું. એરપોર્ટ પોલીસે યુવકની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech