હોર્ન વગાડવા પ્રશ્નેે ઝગડો, ત્રણ યુવકને ઓફિસમાં પુરી ધોકાથી ઢોર માર માર્યેા

  • April 23, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ઇન્દિરા સર્કલ નજીક વાહનનું હોર્ન વગાડવા પ્રશ્ને ઝગડો થયા બાદ યુવક અને તેના બે મિત્રોને ઓફિસમાં લઈ જઈ ધોકા વડે મારમારી ગન બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે રહેલા યુવકના બે મિત્રોને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ અંગે નાણાવટી ચોક પાસે આર.એમ.સી.કવાર્ટરમાં રહેતા અને ઝોમેટોમાં નોકરી કરતા હિમાંશુ મુકેશભાઈ મુલીયા (ઉ.વ.૨૨) નામના યુવકે પાંચ અજાણ્યા શખસો સામે યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રીના નવેક વાગ્યે હત્પં અને મારો મિત્ર કરણ વાઘેલા મારી બાઈક લઈને ઘરે જતા હતા ત્યારે કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે પહોંચતા પાછળ ત્રણ સવારીમાં આવતા બાઈક સવાર જોર જોરથી હોર્ન વગાડતા હોવાથી અમે કોટેચા ચોક પાસે બાઈક ધીમું પાડી દીધું હતું આથી એ ત્રણેય આગળ નીકળી ગયા હતા બાદમાં મેં પાછળથી હોર્ન વગાડતા એને સાં નહીં લાગતા અમે કેકેવી હોલથી ઇન્દિરા સર્કલ વચ્ચે બાઈક ઉભું રાખીને ઉભા હતા ત્યારે આ ત્રણ સવારી બાઈકમાં આવેલા શખ્સોએ ગાળ આપી હતી, મેં ગાળ આપવાની ના પાડતા બાજુની શેરીમાં મને બોલાવતા મારી સાથે રહેલો મિત્ર કારણ ભાગી ગયો હતો.
આથી મેં મિત્ર અનિલ વાઘેલા અને શૈલેષ વાજા, આદિલ પાડાને ફોન કરતા એ આવી ગયા હતા. આ ત્રેણય શખ્સો અમારી સાથે ઝગડો કરી ઢીકાપાટુનો મારમાર્યેા હતો. એવામાં સફેદ કલરની એક કાર આવી હતી અને તેમાંથી ઉતરેલા બે વ્યકિતઓ પણ ઝગડો કરવા લાગ્યા હતા.
આ દરમિયાન મને અને મારા બંને મિત્રોને નજીકમાં આવેલી ઉદય કન્સલ્ટન્સી નામની ઓફિસમાં લઇ ગયા હતા ત્યાંથી મિત્ર આદિલ ભાગી ગયો હતો. અને અમને ત્રણેયને પાંચેય શખ્સોએ ધોકા વડે આડેધડ માર મારવા લાગ્યા હતા અને અમારા નામ પૂછતાં નામ જણાવ્યા હતા. જેમાં મારા મિત્ર અનિલ વઘેરા અને શૈલેષ વાજાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તમે કાઠી સામે આવ્યા છો કહી, ગન બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન મિત્ર સાહિલ પંડા પોલીસની ૧૦૦ નંબર ગાડી સાથે આવ્યો હતો અને ૧૦૮માં ફોન કરી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. અમને માર મારતા મારા ફોનની ડિપ્સલે તોડી નાખતા .૨૫૦૦નું નુકસાન પણ કયુ હતું.પોલીસે યુવકની ફરિયાદના આધારે અજાણ્યા પાંચ શખ્સો સામે આઇપીસી ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application