ભાવનગરના અકવાડા ગામે થોડા દિવસ પૂર્વે કેન્દ્રવર્તી શાળા અને મોક્ષધામમાં ચોરી થવા પામી હતી. જે મામલે ગુના નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી બાતમી આધારે અકવાડાના પુલ પાસે ભાવળની કાંટમાં દેશી દારૂની મહેફિલ માંડી બેસેલા અકવાડા ગામના ત્રણ શખસને ઝડપી પાડી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલેએ હાલમાં બનતા મીલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ વહેલી તકે ઉકેલી લેવા સૂચના કરતા જે અનુસંધાને ભાવનગર સીટીના ઈન્ચાર્જ ડીવાયએસપી ડામોરના સીધા માર્ગદર્શન મુજબ શોધારોડ પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈની સુચનાને લઈ ડી
સ્ટાહના માણસો ઘોધારોડ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે બાતમી હકિકત મળેલ કે અકવાડા પુલ પાસે આવેલ બાવળની કાંટમાં ત્રણ માણસો કંઈક શંકાસ્પદ પ્રવૃતિ કરે છે જેથી ત્યા રેઈડ કરતા હરેશ ઉર્ફે પુથી બટુકભાઈ એકી (ઉવ.૩૦, રહે અકવાડા ગામ., સરકારી પ્રાથમીક શાળાની સામે, ભાવનગર)અને જીતુ ઉઠે નાનુ જગાભાઈ એકી (ઉ.વરય. રહે અકવાડા ગામ, ઉપરકોટ, દેવીપુજકવાસ, ભાવનગર), તેજા ઉર્ફે ભાટી રવજીભાઈ બારૈયા (ઉ.વ.૩૫, રહે.અકવાડા ગામ,
ઉપરકોટ, ધરમશાળા પાસે, ભાવનગર) દેશી દારૂ પીધેલ હાલતમાં મળી આવતા તેઓ પર પ્રોહી. કલમ-૯૯(૧)(બી) મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન શખસોની પુછપરછ દરમ્યાન તેઓએ હાલમાં અકવાડા મોક્ષધામ અને સ્કુડલમાં ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ઇગજજ કલમ- ૧૦૯ મુજબની કાર્યવાહી કરી પકડાયેલ આરોપીઓ પાસેથી અકવાડા મોક્ષધામ અને અકવાડા જુની કેન્દ્રવતી પ્રાથમીક શાળાના મધ્યાહન ભોજન રૂમમાંથી ચોરી કરેલ મુદ્દામાલ તેમજ શબ બાળવાનો ચુલો, પાણીની મોટર તેમજ પચુરણ ચીજવસ્તુઓ કબજે લીધી હતી. જયારે શખસોની પુછપરછ દરમિયાન વધુ એક ભરત ઉઠે ભોલુ મંગાભાઈ મકવાણા (રહે. અકવાડા.ગામ. ભાવનગર)નું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech