પડધરીના રાદડ ગામે દંપતી સહિત ત્રણને મારમારી જાનથી મારી નાખવા ધમકી આપી

  • January 20, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પડધરી તાલુકાના રાદડ ગામે રહેતા દંપતી અને તેના પરિવારના સભ્ય સહિત ત્રણ પર ગામમાં જ રહેતા પાંચ શખસોએ હત્પમલો કરી મારમાર્યેા હતો. બાદમાં ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.ગામમાં આવેલી જમીનનો સોદો થયો હોય તેમાં આરોપી વચ્ચે રહ્યો હોય તેણે પૈસા ખાધા હોવાની શંકા હોવાથી આ બાબતે પુછતા તેનો ખાર રાખી આ હત્પમલો કર્યેા હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પડધરી તાલુકાના રાદડ ગામે રહેતા સેજલબા ગંભીરસિંહ જાડેજા(ઉ.વ ૩૫) નામના પરિણીતા દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાદડ ગામે રહેતા બાબભા ધીભા જાડેજા, સહદેવસિંહ લખુભા જાડેજા, વિજયસિંહ બાબભા જાડેજા, પ્રતિકસિંહ સહદેવસિંહ જાડેજા અને યુવરાજસિંહ ટેમભા જાડેજાના નામ આપ્યા છે.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના પતિ ગંભીરસિંહની જમીન રાદડ ગામે આવેલી હોય તે જમીન તાજેતરમાં વેચી હતી ત્યારે આરોપી સહદેવસિંહ વચ્ચે હતાં.જેથી ગંભીરસિંહે તેમને પુછયું હતું કે, તમે આમા પિયા ખાધા છે? જે બાબતે આરોપીને સા ન લાગતા બંને વચ્ચે બલાચાલી થઇ હતી.બાદમાં આરોપી બાબભાએ સાહેદ કનકસિંહને લાફા મારી અન્ય આરોપીઓએ ફરિયાદીના પતિ ગંભીરસિંહને ઢીકાપાટુનો મારમાર્યેા હતો.ફરિયાદી વચ્ચે પડતા તેમને પણ મારમાર્યેા હતો.બાદમાં પતિ–પત્ની ઘરમાં જતા રહેતા આરોપીઓ ડેલો ટપી ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યેા હતો બાદમાં ફરી ગંભીરસિંહને મારમાર્યેા હતો.તેમજ આરોપી સહદેવસિંહે ફોન કરી ગંભીરસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી આ મામલે પરિણીતાએ પડધરી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી


ફરિયાદીના પતિને પોલીસે પીધેલી હાલતમાં પકડયો
મારામારીના આ બનાવ બાદ પોલીસ ગંભીરસિંહ હોસ્પિટલમાં દાખલ હોય તેનું નિવેદન લેવા જતા અહીં આવી તેની પુછપરછ કરતા તેણે દા પીધેલો હોવાનું માલુમ પડયું હતું.જેથી પડધરી પોલીસે ગંભીરસિંહ ભરતસિહ જાડેજા સામે આ અંગે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application