શહેરના ડો.યાજ્ઞિક રોડ પર રાત્રીના સમયે મર્સીડીઝ કાર ન.ં જીજે૦૩એમએચ–૨૭૮૫ અને સ્વિટ કાર નં જીજે૦૩કેપી–૧૪૧૦ સામસામે ધડાકાભેર અથડાતા બને કારનો આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતમાં સ્વીટ કારના ચાલક પ્રકાશ બાબુભાઇ વાળા (ઉ.વ.૨૩–રહે–લાખના બંગલાની પાછળ, ગાંધીગ્રામ), ભગીરથસિંહ ઝાલા (ઉ.વ.૨૯) અને પાર્થરાજસિંહ ચુડાસમા (ઉ.વ.૧૯)ને ઇજા થતા સિવિલમાં સારવાર લીધી હતી. અકસ્માતના પગલે પસાર થતા વાહન ચાલકો સહિતના દોડી આવ્યા હતા જો કે બનાવના પગલે કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. બંને કાર વચ્ચેની જોરદાર ટક્કરમાં કારની એરબેગ પણ ખુલી ગઇ હતી જો કે આ મામલે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવાઇ નહોતી.
અકસ્માતના બનાવમાં પૂરપાટ ઝડપે આવેલી સ્વીટ કારમાંથી પોલીસની બ્લુ કલરની કેપ અને એક આઈ કાર્ડ મળી આવ્યું હતું જેમાં રવિ વસંતભાઈ ટીમાણીયા અને એસીપી કચેરી પોલીસ હેડ કવાર્ટર લખેલું હતું. નજરે જોનારાઓન કહેવા મુજબ સ્વીટ કારમાં ચાર વ્યકિતઓ સવાર હતા અને અકસ્માત થતા તેમાંથી બે વ્યકિત નાસી ગયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્રમાં 288 બેઠકોની મતગણતરી શરૂ, રહેશે મહાયુતિનું વર્ચસ્વ કે મહાવિકાસ આઘાડી બાજી મારશે?
November 23, 2024 09:04 AMધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech