બાંટવાના પાજોદ પાસે કારે બાઈકને હડફેટે લેતા માણાવદર પંથકના ત્રણ યુવકોના ગંભીર ઈજા થવાથી મોત થયાનો બનાવ નોંધાયો હતો.
માણાવદરના બાંટવા ના પાજોદ ગામ પાસે થયેલા બનાવમાં ત્રીપલ સવારીમાં જઈ રહેલી બાઈકને પુરપાટ ઝડપે આવતી ઇકો કારે હેડફેટે લેતા બાઈકનો બુકડો બોલી ગયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી બાઈકમાં બેસેલા ત્રણ યુવકોના મોત થયા હતા. યારે કારચાલકને પણ ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવને લઈ પોલીસ દ્રારા ત્રણેય યુવકોના પોસ્ટમોર્ટમ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બનાવ અંગે પ્રાથમિક વિગત મુજબ બાંટવા તાલુકાના પાજોદ ગામ પાસે ત્રીપલ સવારીમાં બાઈક પર યુવાનો જતા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી જીજે૧૧ સીએચ ૩૧૭૯ ના કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા થયેલા ગમખવાર અકસ્માતમાં બાઈકનો બુકડો બોલી ગયો હતો. અને કારને પણ નુકસાન થયું હતું થયેલા અકસ્માતથી બાઈક પર બેસેલા ભરત નગાભાઈ મોરી (ઉં વ ૧૬ રહે બાટવા) , પરેશ પરબતભાઈ રામ (ઉંવ ૨૫) રહે બાંટવા અને હરદાસભાઇ કારાભાઈ ઓડેદરા
( ઉં વ ૩૦) રહે માણાવદર ત્રણેય યુવકોનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. ત્રણેય યુવકોને જુનાગઢ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા યાં તેના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રા વિગત મુજબ ત્રણેય મિત્રો હતા.
બનાવમાં ઇકો કાર ચાલકને પણ ઈજા થઈ હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઘટનાને લઇ પોલીસની ટીમ દ્રારા વધુ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.માણાવદર પંથકના ત્રણ યુવકોના એકી સાથે મોત થયાના બનાવથી પરિવાર અને પંથકમાં શોકનું મોજુ છવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech