રણુજા ધામ ખાતે રામદેવજી મહારાજનો ત્રી-દિવસીય ઉત્સવ

  • September 19, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘ્વજારોહણ, મહાપ્રસાદ, શોભાયાત્રા, મેળો, સંતવાણી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન


જામનગર જિલ્લાના કાલાવડ નજીક આવેલ નવા રણુજા ગામે આવેલ શ્રી રામદેવજી મહારાજનો ત્રી દિવસીય ઉત્સવ ભાદરવા સુદ નોમ, દશમ અને અગીયાર તા. 24 થી તા. 26-9-2023 ત્રણ દિવસ ઉજવાશે. શ્રી સિઘ્ધપીઠ નવા રણુજા ધામે શ્રી રામદેવજી મહારાજની શોભાયાત્રા, સમાધી ઉત્સવ અને સમાધી દિવસ, ઘ્વજારોહણ, દરરોજ બપોરે અને સાંજે મહાપ્રસાદ, ત્રણેય દિવસ રાત્રે નામાંકિત કલાકારોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. વર્ષોથી અહીં ત્રણ દિવસ ભવ્ય મેળો ભરાય છે, આ મેળાને મીની તરણેતરના મેળા તરીકે ઓળખવામાં આવે છે.


દરરોજ રાત્રે ભગવતી ગૌસ્વામી, વીપલ પ્રજાપતિ, ગોપાલ સાધુ, મુકેશ બારોટ, દેવલ ભરવાડ સહીતના કલાકારો સંતવાણી રજુ કરશે, અહીં યોજાતા મેળામાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, મારવાડ, સુરત, નવસારી, ઢસા, ભાવનગર, અમદાવાદ, કાલાવડ, જામનગર-રાજકોટ, જુનાગઢ વિસ્તારના શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પઢશે. આ ત્રી દિવસીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ નવા રણુજા ખુશાલ બાપુની જગ્યાનાં સરયુબેન કામદાર તથા સુરેન્દ્રભાઇ કામદારે પાઠવેલ છે.


જુના રણુજામાં પણ રામદેવજી મહારાજનો ઉત્સવ ઉજવાશે. નજીકમાં જ આવેલા જુના રણુજાની જગ્યા કે જે હીરાબાપાની જગ્યા તરીકે ઓળખાય છે, તેમાં પણ વર્ષો થયા શ્રી રામદેવજી મહારાજનો ત્રી દિવસીય ધાર્મિક ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, અહીં દરરોજ પ્રસાદનો કાર્યક્રમ યોજાય છે, ત્રણેય દિવસ રાત્રે રામામંડળ, ભજન કાનગોપી કાર્યક્રમો યોજાય છે. અહીં બારેય માસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.


વર્ષ દરમ્યાન યોજાતા ધાર્મિક કાર્યક્રમો: નવા રણુજામાં શ્રી રામદેવજી મહારાજના ત્રિદીવસીય ઉત્સવ ઉપરાંત, નવરાત્રીમાં ગરબી, બારે બીજની ઉજવણી કરવામાં આવે છે, દર મહીનાની સુદ બીજના ધજા ચડાવવામાં આવે છે, દર માસની સુદ એકમના રામદેવજી મહારાજનો પાઠ યોજાય છે, નુતન વર્ષમાં રોજ શ્રી રામદેવજી મહારાજને અન્નકોટ ધરવામાં આવે છે, ખુશાલ બાપાની તીથી ઉજવવામાં આવે છે, અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે,અહીં પક્ષીઓને ચણ, ગૌશાળા ચલાવવામાં આવે છે, કાયમી સવાર, સાંજ પ્રસાદની સુંદર વ્યવસ્થા પણ રાખેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application