છેલ્લા થોડા સમય થી જાહેર મિલકતો, ફ્લાઇટને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ભયર્િ મેઈલ મોકલીને તંત્રને ધંધે લગાવવાનો જાણે શિરસ્તો બની ગયો હોય તેમ એક પછી એક આવી ઘટના ઓ સામે આવી રહી છે. ચેન્નાઈ-મુંબઈ ઈન્ડિગોની ફ્લાઈટમાં મંગળવારે બોમ્બની સુચનાથી હડકંપ મચી ગયો હતો. મુંબઈ એરપોર્ટ પર વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું . જો કે તમામ યાત્રી સુરક્ષિત હોવાનું જાહેર કરાયું છે અને પ્લેનને આઈસોલેશન વેમાં લઈ જવામાં આવ્યું હતું. એટલું જ નહી, દેશના 14 એરપોર્ટ, 60 હોસ્પિટલને પણ ઉડાવી દેવાની ધમકી ભયર્િ મેંઈલ મળ્યા હોવાનું સામે આવ્યું હતું.જેના પગલે તંત્ર દોડતું થયી ગયું હતું અને બાદમાં આ ખોટી અફવા હોવાનું સાબિત થયું હતું.
ચેન્નાઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને મંગળવારે રાત્રે 10.24 વાગ્યે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. જેના બાદ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
લેન્ડિંગ બાદ વિમાનને આઈસોલેશન વેમાં લઈ જવામાં આવ્યું. જ્યાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના કર્મિયોએ તેની તપાસ કરી. આ વિમાનમાં 196 યાત્રી અને ચાલક દળના 7 સદસ્યો સવાર હતા.ઈન્ડિગો એરલાઈન્સના પ્રવક્તાએ બધી સુરક્ષા તપાસ પુરી થયા બાદ વિમાનને ફરી ટર્મિનલ ક્ષેત્રમાં લાવવામાં આવ્યું હતું.
એટલું જ નહી, મંગળવારે રો સીએસએમઆઈએ સહિત દેશભરના 41 એરપોર્ટ પર બોમ્બની ધમકી વાળા ઈમેલ આવ્યા હતા. જોકે આ બધી ધમકીઓ ખોટી સાબિત થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ધમકીઓની વિમાન સેવાઓ પર કોઈ અસર નથી પડી. બધા એરપોર્ટને મળેલા ઈમેલમાં લગભગ એક મેસેજ લખવામાં આવ્યો હતો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું, નમસ્તે એરપોર્ટ પર વિસ્ફોટક છુપાવવામાં આવ્યા છે. બોમ્બ ટૂંક સમયમાં જ ફાટી જશે. તમે બધા મરી જશો. આ ખોટી ધમકી વાળા ઈમેલની પાછળ કેએનઆર નામના ઓનલાઈન ગ્રુપ્નો હાથ હોવાની શંકા છે.
હોસ્પિટલોને ઉડાવવાની ધમકી નીકળી ખોટી
મુંબઈના લગભગ 60 હોસ્પિટલોને પણ પાછલા બે દિવસમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળી ચુકી છે. તેમાં ખાનગી અને સરકારી બન્ને પ્રકારના હોસ્પિટલ સમેલ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું, હોસ્પિટલોને ઈમેલ મળ્યા બાદ તરત સ્થાનીક પોલીસને સુચિત કરવામાં આવી અને ઉંડી તપાસ કરવામાં આવી. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે બોમ્બ વિસ્તારોની નીચે અને શૌચાલયોમાં મુકવામાં આવ્યા છે. હોસ્પિટલોમાં તરત અભિયાન ચલાવવામાં આવ્યું પરંતુ કંઈ ન હતું મળ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech