વિશ્વભરની સેમિકન્ડકટર કંપનીઓમાં ટોચના હોદ્દા પર કામ કરતા ૨૦ થી ૨૫ ટકા વ્યાવસાયિકો ભારતીય છે. આમાંથી ઘણા દેશ પરત ફરશે. ભારતે સેમિકન્ડકટર ઉત્પાદન માટે ૧૦ બિલિયન ડોલરના પ્રોત્સાહનની જાહેરાત કરી છે. આ માટે, એક સમર્પિત ટાસ્કફોર્સ ઇન્ડિયા સેમિકન્ડકટરની રચના કરવામાં આવી છે. ૨૭૦૦ થી વધુ ઉચ્ચ લાયકાત ધરાવતા ભારતીય ઇજનેરો તાઇવાનની સેમિકન્ડકટર કંપનીઓમાં કામ કરી રહ્યા છે.
ઈલેકટ્રોનિકસ બાદ હવે ભારત સરકારનો ભાર દેશને સેમિકન્ડકટર હબ બનાવવા પર છે. વિદેશી સેમિકન્ડકટર કંપનીઓને દેશમાં આકર્ષવા માટે સરકારે ૧૦ બિલિયન ડોલરના પ્રોત્સાહનની જાહેરાત કરી છે. સરકારને આશા છે કે એશિયા અને અમેરિકામાં કામ કરતા હજારો ભારતીય સેમિકન્ડકટર એન્જિનિયરો સ્વદેશ પરત ફરશે અને દેશની નવી હાઇ–ટેક ક્રાંતિમાં ભાગ લેશે. સેમિકન્ડકટર કંપનીઓ પાસેથી મળેલી માહિતીના આધારે સરકારે આ અનુમાન લગાવ્યું છે. આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વિશ્વભરની સેમિકન્ડકટર કંપનીઓમાં ટોચના હોદ્દા પર કામ કરતા ૨૦% થી ૨૫% વ્યાવસાયિકો ભારતીય છે. અમને આશા છે કે તેમાંથી ઘણા ભારત પરત આવશે.
આઈટી મંત્રાલયના ટોચના અધિકારીએ જણાવ્યું કે, વિદેશમાં કામ કરતા યુવાનો સાથે અનુભવી પ્રતિભાઓ ભારતમાં આવશે. અમેરિકામાં કામ કરતા મોટાભાગના ભારતીય એન્જિનિયરો જેઓ દેશમાં પાછા ફરવા માંગે છે તે યુવાનો છે. યારે તાઇવાન, સિંગાપોર અને મલેશિયાથી પાછા ફરવા ઇચ્છુક ઇજનેરોની ઉંમર ૪૫ વર્ષથી વધુ છે અને ખૂબ જ અનુભવી છે. યુએસમાં કામ કરતા વરિ અને અનુભવી સેમિકન્ડકટર પ્રોફેશનલ્સ દેશમાં પાછા ફરવા માંગતા નથી કારણ કે તેઓ તેમના પરિવારો સાથે ત્યાં સ્થાયી થયા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. પરંતુ ઘણા વર્ષેાથી એશિયન દેશોમાં કામ કરતા એન્જિનિયરો ભારત પાછા ફરવા માંગે છે અને નવી તકો શોધી રહ્યા છે.
ટાટા ઇલેકટ્રોનિકસ તાઇવાનના વ્યાવસાયિકોને સામેલ કરવામાં વ્યસ્ત છે જેઓ સેમિકન્ડકટર બનાવવામાં નિષ્ણાત છે. કંપનીએ તાજેતરમાં તાઈવાનના સિંચુ કાઉન્ટીમાં ચિપ ઉત્પાદન માટે પ્રતિભાને આકર્ષવા માટે રોડ શો યોયો હતો. કંપની ઓટોમેશન એન્જિનિયર્સથી માંડીને ૭ પ્રકારના વ્યાવસાયિકોને ભારતમાં લાવવાનું વિચારી રહી છે, જેમની પાસે આ ક્ષેત્રોમાં ૫ થી ૧૮ વર્ષનો કામ કરવાનો અનુભવ છે. ટાટા ઈલેકટ્રોનિકસે તાઈવાનની ચિપ કંપની પીએસએમસી સાથે ટેકનોલોજી માટે કરાર કર્યા છે, યાં કંપનીના કર્મચારીઓ ૧૮ મહિના સુધી તાલીમ લઈ શકશે.
વિશ્વના મોટાભાગના એન્જિનિયરો ભારતમાંથી આવે છે પરંતુ તેમની પાસે સેમિકન્ડકટર બનાવવાનો અનુભવ નથી. તેથી, કંપનીઓએ વિશ્વભરમાંથી વરિ પ્રતિભાઓને ભારતમાં લાવવી પડશે અને અહીં પણ ટેલેન્ટ પૂલ બનાવવો પડશે. અનુભવી પ્રશિક્ષિત એન્જિનિયરોની અછત, ભારતમાં જટિલ વહીવટી માળખું અને ઈલેકટ્રોનિકસ ઘટકોની આયાત પરની ઐંચી ડૂટીને કારણે તાઈવાની કંપનીઓ ભારતમાં રોકાણ કરવામાં અચકાઈ શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે એક–બે કંપનીઓના આવવાથી મામલો ઉકેલાશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech