જામનગરના કાલાવડ નાકા બહાર હાપા રોડ પર લાલવાડી વિસ્તારમાં આવેલા શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં ૨૧ દિવસના વ્રત ચાલી રહયા હતા. જે વ્રતની પૂર્ણાહુતિને અનુલક્ષીને તા. ૨૨/૧૨/૨૦૨૪ રવિવાર ના રોજ બપોરે ૧૧.૦૦ વાગ્યાથી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
આ મહાપ્રસાદના કાર્યક્રમમાં લગભગ ૨૫ હજાર થી વધુ ભાઈઓ-બહેનો અને બાળકોએ માતાજીના મહાપ્રસાદનો (ભોજન)નો લાભ લીધો હતો. જેમાં બહેનોની સંખ્યા સવિશેષ હોય હતી. તેમજ બાળકો પણ બહુજ સારી માત્રામાં આવ્યા હતા. ૨૧ દિવસ વ્રતની પુર્ણાહુતી થતા ખાસ કરીને માતાજીને છેલ્લા દિવસે વિશેષ શૃંગાર કરવામાં આવે છે તે ખાસ શ્રણગારનો લાવો લેવા માતાજીના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજીના ખાસ શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વિશેષમાં માતાજીના વ્રતના 21 દિવસ પૂર્ણ થતાં છેલ્લા દિવસે વિશેષ શૃંગાર સાથે માતાજીને 56 ભોગનો અન્નકુટ ધરવામાં આવે છે.તે અન્નકુટનો લાભ હજારો ભક્તોએ લીધો હતો.અને અન્નકુટ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.સવાર થી જ હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો તથા બાળકો મહાપ્રસાદ લેવા શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે આવી પોહચ્યાં હતા. સાંજે ૫ વાગ્યા સુધી હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ હતો અને ધન્યતા અનુભવી હતી.શ્રી અન્નપૂર્ણા માતાજી સમિતિના પ્રમુખ વ્રજલાલ પાઠક સહિતના કાર્યકરો તેમજ અન્ય સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરમાં વરલી ભકતની થઇ ધરપકડ
April 01, 2025 02:18 PMદરિયામાં અકસ્માતે પડી ગયેલા માચ્છીમારનો મળ્યો મૃતદેહ
April 01, 2025 02:17 PMજિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા શખ્શો સામે થઇ કાર્યવાહી
April 01, 2025 02:16 PMબોરીચાની સીમમાં ધોળે દિવસે થઇ ૫ લાખ ૯૫ હજારની ચોરી
April 01, 2025 02:15 PM‘સૌની યોજના’ હેઠળ મુંબઇ બાદ હવે રાજકોટ અને અમદાવાદની વિમાની સેવાનો થશે શુભારંભ
April 01, 2025 02:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech