આજે પણ વિધાર્થીઓ આઇઆઇટીમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ મહેનત કરે છે. મુશ્કેલ પરીક્ષા પાસ કર્યા પછી જ દેશની આ પ્રતિિત કોલેજમાં પ્રવેશ મળે છે. પરંતુ, ૨૦૨૪ના આંકડા ચિંતાજનક છે. આઇઆઇટી કાનપુરના ભૂતપૂર્વ વિધાર્થી ધીરજ સિંહ દ્રારા દાખલ કરાયેલી એક રીટ અરજીમાં જાણવા મળ્યું છે કે તમામ ૨૩ આઇઆઇટી કેમ્પસમાં લગભગ ૩૮% વિધાર્થીઓને હજુ પણ નોકરી નથી મળી.
આઇઆઇટી દિલ્હીએ તેના ભૂતપૂર્વ વિધાર્થીઓને મેઇલ કરીને વર્તમાન બેચમાં પાસ આઉટ થયેલા વિધાર્થીઓને નોકરી મેળવવામાં મદદ કરવા માટે ભલામણ કરી છે. આઇઆઇટી–બોમ્બે અને બિરલા ઇન્સ્િટટૂટ આફ ટેકનોલોજી એન્ડ સાયન્સે પણ તેમના ભૂતપૂર્વ વિધાર્થીઓ પાસેથી મદદ માંગી છે. આઇઆઇટી દિલ્હીમાં ૨૦૨૩–૨૪નું પ્લેસમેન્ટ સેમેસ્ટર સમા થવામાં છે. પરંતુ વિધાર્થીઓને અહીં નોકરી મેળવવા માટે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આરટીઆઈના જવાબ મુજબ, લગભગ ૪૦૦ આઈઆઈટી વિધાર્થીઓને હજુ સુધી નોકરી મળી નથી.
બિરલા ઇન્સ્િટટૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સે બે મહિના પહેલા પહેલી વાર તેના ભૂતપૂર્વ વિધાર્થીઓ પાસેથી મદદ માંગી છે. આ કોલેજોમાં પ્લેસમેન્ટ હજુ ચાલુ છે અને જૂનના અતં સુધી ચાલુ રહેશે. પ્લેસમેન્ટમાં ભાગ લેનાર બેચના લગભગ ૧૦% વિધાર્થીઓને હજુ સુધી નોકરી મળી નથી. રીટ અનુસાર, ગયા વર્ષે ૩૨૯ વિધાર્થીઓને નોકરી મળી ન હતી.
બિરલા ઇન્સ્િટટૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ ગ્રુપના વાઇસ ચાન્સેલર વી રામગોપાલ રાવે જણાવ્યું હતું કે, પ્લેસમેન્ટ દરેક જગ્યાએ ૨૦% થી ૩૦% ઓછું થયું છે. જો કોઈ સંસ્થા એવું કહેતી હોય કે તમામ વિધાર્થીઓને નોકરીઓ મળી ગઈ છે, તો નોકરીઓની ગુણવત્તા યોગ્ય નથી. આ પહેલું વર્ષ છે યારે ચેટ જીપી અને મોટા લેંગ્વેજ મોડેલે તેમની અસર દર્શાવવાનું શ કયુ છે. આ વર્ષે તમામ ૨૩ આઈઆઈટીમાં ૭,૦૦૦ થી વધુ વિધાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ દ્રારા નિયુકત કરવાના બાકી છે. બે વર્ષ પહેલા આ અનપ્લેસ્ડ સંખ્યા અડધી એટલે કે ૩,૪૦૦ હતી. પ્લેસમેન્ટ માટે વિધાર્થીઓની સંખ્યામાં ૧.૨ ગણો વધારો થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech