આ કંપની કર્મચારીઓને ડેટ પર જવા માટે આપી રહી છે રજા સાથે પૈસા પણ

  • September 12, 2024 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓફિસમાં કામ કરતા યુવાનો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે કામના દબાણને કારણે તેમને પોતાના માટે અને તેમના પાર્ટનર માટે સમય નથી મળતો. જેના કારણે ઘણા લોકોની લવ લાઈફ બગડી જાય છે. ઘણી વખત તેમના પાર્ટનરને સમય ન આપી શકવાને કારણે તેઓ વચ્ચે ઝઘડો થાય છે. જોકે થાઈલેન્ડની એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે એક અનોખી પહેલ કરી છે. કંપનીની આ અનોખી પહેલની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.


થાઈલેન્ડની માર્કેટિંગ એજન્સી વ્હાઇટલાઈન ગ્રુપે તેના કર્મચારીઓને ડેટ પર જવા માટે રજા આપવાની જાહેરાત કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ રજા સંપૂર્ણપણે પેઇડ લીવ હશે. એટલે કે ડેટ પર જવાના બદલામાં તેમને પૈસા પણ મળશે. કર્મચારીઓ તેમના પાર્ટનર સાથે ડેટ પર જવા માટે રજા લઈ શકશે. આ દિવસ માટે તેનો પગાર કાપવામાં આવશે નહીં અને આ રજા ચૂકવવામાં આવશે. પોતાના કર્મચારીઓના ભલાને ધ્યાનમાં રાખીને કંપનીએ આ અનોખું અભિયાન શરૂ કર્યું છે.


રિપોર્ટ અનુસાર કંપનીનું માનવું છે કે પ્રેમમાં પડવાથી કર્મચારીઓની ખુશીમાં વધારો થાય છે. તેનાથી તેની ઉત્પાદકતા પણ વધે છે. હાલમાં આ કંપનીમાં 200 જેટલા કર્મચારીઓ છે. કંપનીએ આ અનોખી રજાને ટિન્ડર લીવ નામ આપ્યું છે. આને ડેટિંગ લીવ પણ કહેવામાં આવે છે. કંપનીએ તેના કર્મચારીઓને ટિન્ડર ગોલ્ડ અને ટિન્ડર પ્લેટિનમ સબસ્ક્રિપ્શન માટે ચૂકવણી કરવાની જાહેરાત પણ કરી છે. ટિન્ડર સબસ્ક્રિપ્શન પેમેન્ટ ઓફર કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. જો કે  તે જણાવવામાં આવ્યું નથી કે ટિન્ડર લીવ હેઠળ કર્મચારી કેટલી રજા લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application