સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મોની એક ખાસ વાત છે, તેની ફિલ્મોમાં એક શક્તિશાળી વિલન જોવા મળે છે. સ્ક્રીન પર સલમાન પોતે જેટલો સક્ષમ હીરો દેખાય છે, તે અને નિર્માતાઓ તેની સામેના વિલનને પણ તેટલો જ સારો દેખાડવાનો પ્રયાસ કરે છે. આ દિવસોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બાહુબલી એક્ટર કટપ્પાએ સલમાનની ફિલ્મ 'સિકંદર'માં એન્ટ્રી કરી છે. એવી ચર્ચા ચાલી રહી છે કે સાઉથ એક્ટર સત્યરાજ 'સિકંદર'માં વિલનની ભૂમિકા ભજવી શકે છે.
'સિકંદર'માં સત્યરાજના સમાચારની હજુ સતાવાર રીતે જાહેરાત થઈ નથી પરંતુ અભિનેતાએ પોતે જ સંકેત આપ્યા છે કે તે સલમાનની આગામી ફિલ્મમાં જોવા મળવાનો છે. જો આમ થશે તો ભાઈજાન માટે કટ્ટપ્પાને હરાવવા એટલું આસાન નહીં હોય. 'સિકંદર'ને હિટ મૂવી બનાવવા માટે નિર્માતાઓ સખત મહેનત કરી રહ્યા છે.
ટાઇગર 3
બધાની નજર ગયા વર્ષે રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'ટાઇગર 3' પર હતી. આ ફિલ્મ દ્વારા ઈમરાન હાશ્મીએ વિલન તરીકે પુનરાગમન કર્યું હતું. ઈમરાને ખલનાયકના રોલમાં સલમાનને ટક્કર આપી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 463.2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. દર્શકોને પણ ઈમરાનનું કામ ખૂબ પસંદ આવ્યું હતું.
કિક
નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના અભિનયથી દરેકને પોતાનો ફેન બનાવે છે અને ગેંગ્સ ઓફ વાસેપુર અને સેક્રેડ ગેમ્સ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત છે, નવાઝે સલમાનની 'કિક'માં વિલનની ભૂમિકા ભજવી હતી. વિલન બન્યા બાદ નવાઝની સીધી સલમાન સાથે ટક્કર થઈ હતી. 'કિક'માં નવાઝનો ડાયલોગ "मौत को छूकर ठक से वापस आ सकता हूं" ખૂબ ફેમસ થયો હતો. 100 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 378 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.
દબંગ 2
દક્ષિણના શક્તિશાળી અભિનેતા પ્રકાશ રાજને ચુલબુલ પાંડે સાથે ટક્કર માટે દબંગ 2 માં કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં પ્રકાશ રાજ 'બચ્ચા સિંહ'ના રોલમાં જોવા મળ્યા હતા. વિલન બનીને પ્રકાશ રાજે સલમાનને ટક્કર આપી હતી. દબંગ 2 એ 250 કરોડથી વધુની કમાણી કરી હતી. એટલું જ નહીં પ્રકાશ રાજે સલમાનની વોન્ટેડમાં ગનીભાઈની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ સલમાન કરતાં ગનીભાઈની વધુ ચર્ચા થઈ હતી.
દબંગ
દબંગના પહેલા ભાગમાં સલમાન ખાનની સામે સોનુ સૂદને વિલન તરીકે કાસ્ટ કરવામાં આવ્યો હતો. ખલનાયકની ભૂમિકામાં અભિનેતાએ ખૂબ જ સારો અભિનય કર્યોહતો. સોનુ સૂદની અભિનય કુશળતા માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં પણ જોવા મળે છે. દબંગે વિશ્વભરમાં 215 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech