ભાજપ અગ્રણી જયંતી સરધારા પર થયેલા હુમલાએ પાટીદાર સમાજ તેમજ રાજકીય ગલીયારામાં ભારે ચકચાર મચાવી છે. આ સમગ્ર ઘટના પાછળ જયંતી સરધારાની જ ઉતાવળ કે, બોલેલા શબ્દોએ વેરઝેરના બી વેર્યા હોય તે મુજબ થોડા સમય પહેલા ૧૫૦ ફૂટ રીંગરોડ પર ખોડલધામના એક જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર આવીને સરધારાએ સીધી જ સરદારધામની વાહ વાહ કરવાનું શરૂ કયુ હતું અને એ સમયે હાજર સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા ત્યારથી જ વાત વણસી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કણકોટ રોડ પરના પાર્ટી પ્લોટમાં જે રીતે સરદારધામ સૌરાષ્ટ્ર્ર ઝોનના ઉપપ્રમુખ જયંતી સરધારા અને પીઆઈ સંજય પાદરીયા વચ્ચે જમણવાર સમયે ચકમક ઝરી હતી. સરધારાએ ઉગ્રતા દર્શાવી પાદરીયાને જે રીતે લાત મારી હતી, કાંઠલો પકડયો હતો તે જોતા આ ઝઘડો બન્ને મળ્યા હોય અને કોઈ બાબત બની હોય તેવું નહીં પરંતુ કોઈ જુનું કારણ હોય તેવું જે તે સમયે જ ચર્ચાઈ રહ્યું હતું. સમગ્ર ડખ્ખા પાછળ પાટીદાર સમાજના જ જાણકારોનું કહેવું છે કે, જે રીતે પાર્ટી પ્લોટમાં જયંતીભાઈ સરધારાએ ઉતાવળ કરી અને માથાકુટ થઈ અને આવી જ ઉતાવળ તેઓએ ખોડલધામના એક કાર્યક્રમમાં કરી હતી અને સૌ કોઈ ચોંકી ગયા અને આયોજકો સમસમી ઉઠયા હતા.
૧૫૦ ફત્પટ રીંગરોડ પર એ જ સ્થળે ખોડલધામનો હોસ્પિટલને આયોજનને લઈને સ્નેહમિલન કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ખોડલધામના આગેવાનો, પાટીદાર સમાજના આગેવાનો અને સમાજના અન્ય લોકો હાજર હતા. એ સમયે જયંતી સરધારા આવી પહોંચ્યા હતા. તેઓ સ્ટેજ પર આવ્યા હતા અને ત્યાં આવીને સીધા સરદારધામની વાહ વાહ કરવા લાગ્યા હતા. સરદારધામની જાહેરાત કરી હતી અને ૩૦૦ કરોડના ખર્ચે કણકોટ પાસે આ ધામ તૈયાર થશે. ત્યાં યુપીએસસી જીપીએસસી સહિતના કલાસ અને આવી જ સુવિધાઓ ઉપલબ્ધ બનશે તે સહિતની સામાજીક કાર્યેાની જાહેરાત કરવા લાગ્યા હતા જેથી ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા. ખોડલધામના કાર્યક્રમમાં સરદારધામના નિર્માણ અને કાર્યક્રમોની જાહેરાતો સરધારા દ્રારા થઈ હતી અને તેને લઈને કહેવાય છે કે, તેથી જ વાત વણસી હતી. એ સમયે જ ચકમક પણ થઈ હતી પરંતુ કાર્યક્રમ ન બગડે ઘરની વાત ઘરમાં રહે તેવું ધ્યાને લઈને ત્યારે આ બાબત કઈં બહાર આવવા દેવામાં આવી ન હતી પરંતુ તે સમયની સરધારાની આ ઉતાવળ સૌને ખટકી ગઈ હશે. જેને લઈને ચાલતી વિવાદની ઘડી ફરી સરધારાએ પાર્ટી પ્લોટમાં પાદરીયા સાથે કરેલી હાથચાલાકી બાદ હત્પમલો થયો હોય શકે તેવી પાટીદાર સમાજમાં વાતો ચાલી રહી છે. જો કે, સતાવાર રીતે કોઈ ખોડલધામના કાર્યક્રમમાં જયંતી સરધારા શું બોલ્યા હતા તે મગનું નામ મરી પાડવા તૈયાર થયું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech