કાવતરૂ રચી રૂા.૮૬ હજારની સોપારી ચાઉં કરી ગયા

  • December 29, 2023 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાન્સપોર્ટ પેઢીના ડ્રાઇવર પાસે સોપારીની ચાર બોરી માધાપર ચોકડી પાસે ઉતારાવી બાદમાં અન્ય બે બોરી રામાપીર ચોકડી પાસે દુકાન પાસે ઉતરાવાની છે અને પેમેન્ટ પણ ત્યાં કરી દઇશ તેમ કહી અજાણ્યો શખસ વાહનમાં બેસી ગયો હતો.બાદમાં નાગેશ્ર્વર પાસે ચા પીવાના બહાને નીચે ઉતરી બાથમ કરીને આવું તેમ કહી આ શખસ નાસી ગયો હતો.બાદમાં તપાસ કરતા સોપારીની ચાર બોરી જયાં ઉતારી હતી તે જોવા મળી ન હતી.આમ .૮૬,૩૩૩ ની કિંમતની સોપારી છળકપટથી લઇ જવા અંગે બે અજાણ્યા શખસો સામે છેતરપિંડી–વિશ્ર્વાસઘાત અને ગુનાહિત કાવત રચવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ભગવતીપરા મેઇન રોડ પર વિનોબા ભાવે ટાઉનશિપમાં રહેતા અને બાપુનગરમાં આવેલા એસ.કે. ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ડ્રાઇવિંગ કામ કરનાર જાહીદ મુસાભાઈ ચૌહાણ (ઉ.વ ૪૫) દ્રારા આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં બે અજાણ્યા શખસો વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


જાહીદભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોબાઈલ નંબર ૯૬૦૧૭ ૭૨૪૫૫ ના ધારકે સુરતની પેઢી પાસેથી છ બોરી સોપારી મંગાવી હોય જે અહીં રાજકોટ આવ્યા બાદ એસ.કે ટ્રાન્સપોર્ટ મારફત ડિલિવરી કરવાની હતી. દરમિયાન આ મોબાઈલ નંબર ધારોકે ફોન કરી માલની ડીલવરી માધાપર ચોકડી પાસે કરવાનું જણાવતા ટ્રાન્સપોર્ટ પેઢીના મેતાજી અનવરભાઇના કહ્યા મુજબ ફરીયાદી જાહીદભાઇ આ માલ પોતાની ગાડીમાં ભરી અહીં માધાપર ચોકડી પાસે પહોંચી ટ્રાન્સપોર્ટ પેઢીએ આપેલા મોબાઈલ નંબરમાં કોલ કરતા સામેવાળી વ્યકિતએ કહ્યું હતું કે, અહીં એક બ્લુ કલરનો શર્ટ પહેરેલો વ્યકિત ઉભો છે તેને માલ ડિલિવર કરવાનો છે.


ફરિયાદીએ અહીં ઊભેલા આ વ્યકિતને માલ ડીલીવરી કરવા બાબતે પૂછતા તેણે અહીં માધાપર ચોકડી પાસેથી થોડે દૂર કોમ્પ્લેકસના ગેટ પાસે સોપારીની ચાર બોરી ઉતરાવી હતી. બાદમાં ફરિયાદીએ તેની સાથે પેમેન્ટની વાત કરતા તેણે કહ્યું હતું કે, બાકીની બે બોરી રામાપીર ચોકડી પાસે અમારી દુકાને ઉતારવાની છે અને ત્યાં જ તમને પેમેન્ટ કરી આપીશું. આમ કહી આ શખસ ફરિયાદી સાથે તેના વાહનમાં બેસી ગયો હતો.


બાદમાં જામનગર રોડ પર નાગેશ્વર રોડ પાસે યુનિકેર હોસ્પિટલ સામે પહોંચતા તેણે ચા પાણી પીવાની વાત કહી હતી અને વાહન ઉભુ રખાવી બંને ચા–પાણી પીવા માટે ગયા હતા. બાદમાં તેણે કહ્યું હતું કે, હત્પં બાથમ જતો આવું આમ કહી ફરિયાદીની નજર ચૂકવી તે નાસી ગયો હતો. લાંબો સમય થયા બાદ પણ તે પરત ના આવતા ફરિયાદીએ પેઢી તરફથી આપવામાં આવેલા મોબાઈલ નંબર પર કોલ કરતા આ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ તેણે યાં સોપારીની ચાર બોરી ઉતારી હતી તે માધાપર ચોકડી પાસેના કોમ્પ્લેકસના ગેટ પાસે જઈ જોતા સોપારીની આ બોરી જોવા મળી ન હતી જેથી તેમણે આ અંગે ટ્રાન્સપોર્ટ પેઢીના મહેતાજી અનવરભાઈને વાત કરી હતી.


બાદમાં છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડતા રૂપિયા ૮૬,૩૩૩ ની કિંમતની ૨૬૦ કિલો સોપારી છેતરપિંડીથી લઈ ગયા અંગે આ ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે બે અજાણ્યા શખસો સામે આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી), મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એન.વી. હરિયાણી ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application