આ સિરિયલ કલાકારો ગણપતિ બાપ્પાના સ્વરૂપમાં પોહ્ચ્યા લોકોના ઘર સુધી, નિભાવી મહત્વની ભૂમિકા

  • September 07, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગણેશ ચતુર્થીના મહોત્સવની લોકો આતુરતાથી રાહ જુએ છે. ગણપતિ બાપ્પાની સ્થાપના કરી ૧૦ દિવસ સુધી તેની પૂજા અર્ચના કરતા હોય છે. ભગવાન ગણેશની વાતો લોકો સુધી પહોંચાડવા માટે ટીવી પર ઘણી ફિલ્મો અને સિરિયલો બનાવવામાં આવી છે. આમાં કામ કરતા કલાકારોને પણ ગણપતિ બાપ્પાના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. ગણેશ ચતુર્થીના આ ખાસ અવસર પર અમે તમને ટીવી પર ભગવાન ગણેશની ભૂમિકામાં જોવા મળેલા કલાકારો વિશે જણાવીએ છીએ.


જાગેશ મુકાતી (સિરિયલ: શ્રી ગણેશ)

સિરિયલ ‘શ્રી ગણેશ’ વર્ષ 2000માં સોની ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સીરિયલમાં જાગેશ મુકાતીએ વિઘ્નહર્તાનું પાત્ર ભજવ્યું હતું.  જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. તેમાં સુનીલ શર્મા અને ગાયત્રી જયરામન જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા. જાગેશ ગુજરાતી રંગભૂમિના લોકપ્રિય અભિનેતા હતા. આ દરમિયાન જાગેશનું જૂન 2020માં મૃત્યુ થયું હતું. શ્રી ગણેશ સિવાય જાગેશ મુકાતીએ 'અમિતા કા અમિત' જેવા શોમાં કામ કર્યું હતું.


અદ્વૈત કુલકર્ણી (સિરિયલ: દેવ શ્રી ગણેશ)

‘દેવ શ્રી ગણેશ’ એ ગણપતિ બાપ્પાની લીલાઓ પર આધારિત મરાઠી સિરિયલ છે. જે 2020માં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સિરિયલમાં ભગવાન શ્રી ગણેશનું પાત્ર અદ્વૈત કુલકર્ણીએ ભજવ્યું હતું. જોકે, આ સિરિયલ માત્ર 11 દિવસ જ ચાલી શકી હતી. આ પછી ટીઆરપી ખૂબ જ ઓછી હોવાને કારણે આ સીરિયલને બંધ કરવી પડી હતી.


ઉઝૈર બસર (સિરિયલ: વિઘ્નહર્તા ગણેશ)

સોની ટીવી પરનો ધાર્મિક શો 'વિઘ્નહર્તા ગણેશ' ઓગસ્ટ 2017માં પ્રસારિત થયો હતો. શોમાં ઉઝૈર બસર અને નિકર્ષ દીક્ષિતે ભગવાન ગણેશની ભૂમિકા ભજવી હતી. 2017 થી 2021 સુધી ચાલનારી આ સિરિયલના 1026 એપિસોડ હતા. તેમાં આકાંક્ષા પુરી, બસંત ભટ્ટ કાર્તિકેય અને નિર્ભય વાધા જેવા પાત્રો સામેલ હતા.

સંજય ભીસે (સિરિયલ: જય મલ્હાર)

‘જય મલ્હાર’ એક મરાઠી શો હતો.  જે ભગવાન શિવની વાર્તાઓ પર આધારિત હતો. 2014 થી 2017 સુધી  આ સિરિયલ મરાઠી ટેલિવિઝન ચેનલ ઝી મરાઠી પર પ્રસારિત કરવામાં આવી હતી. આ શોમાં ભગવાન ગણેશનું પાત્ર શેની ભીસે ભજવ્યું હતું. દેવદત્ત નાગે (શિવ) અને ગૌરી સુખટંકર (પાર્વતી) 'જય મલ્હાર'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. જય મલ્હારના 942 એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા.


સ્વરાજ યેવાલે (સિરિયલ: ગણપતિ બાપ્પા મોર્યા)

2015માં પ્રસારિત સિરિયલ 'ગણપતિ બાપ્પા મોર્યા' માતા પાર્વતી અને તેમના પુત્ર ગણેશ વચ્ચેના સંબંધો પર આધારિત હતી. આ શોમાં સ્વરાજ યેવાલે ભગવાન ગણેશની ભૂમિકા ભજવી હતી. આ મરાઠી શો લોકોમાં ઘણો ફેમસ હતો. આ સિરિયલના કુલ 539 એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા.


આ સિવાય ‘ગણેશ લીલા’ 2009નો લોકપ્રિય ટીવી શો છે. ભગવાન ગણેશની લીલાઓ પર આધારિત આ ટીવી સિરિયલમાં આકાશ નાયરે ગણપતિ બાપ્પાની ભૂમિકા ભજવી હતી. ટેલિવિઝન શો 'ગણેશ લીલા' વર્ષ 2011માં શરૂ થયો હતો અને બાળ અભિનેતા આકાશ નાયરે ભગવાન ગણેશની ભૂમિકા ભજવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News