જાન્યુઆરીમાં ભારતના આ સ્થળો સ્વર્ગની જેમ ખીલી ઉઠે છે, રજાઓને યાદગાર બનાવવા અચૂક જજો

  • January 02, 2025 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાન્યુઆરીમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કેટલાક એવા સ્થળો છે, જે જાન્યુઆરી મહિનામાં ફરવા માટે બેસ્ટ છે. જેમાં ચેરાપુંજી, દાર્જિલિંગ, લુંગલેઈ, ઝીરો અને પેલિંગ જેવા સુંદર સ્થળોને રજાઓમાં યાદગાર બનાવો.

જાન્યુઆરી મહિનામાં રજાઓને યાદગાર બનાવવા માંગો છો તો નૉર્થ ઈસ્ટ ઈન્ડિયા બેસ્ટ રહેશે.અહિ પ્રાકૃતિક સુંદરતાની સાથે ઠંડી હવા તેમજ સ્થાનિક સંસ્કૃતિનો આનંદ લઈ શકો છો. ભાગદોડ ભરી લાઈફમાંથી બ્રેક લઈ તમે નોર્થ ઈર્સ્ટ ઈન્ડિયમાં ટ્રિપનો પ્લાન બનાવી શકો છો.


નૉર્થ ઈસ્ટ ઈન્ડિયામાં સુંદર નજારા સિવાય તમને અહિ શાંતિ મળશે. આ સિવાય તમે અહિ લોકલ કલ્ચરને પણ એન્જોય કરી શકો છો. તો ચાલો આપણે નોર્થ ઈસ્ટના ફેમસ સ્થળો વિશે જાણીએ.


ચેરાપુંજી પોતાના અદ્દભૂત ઝરણા, પહાડો માટે દુનિયાભરમાં ફેમસ છે. અહિ ઠંડુ વાતાવરણ તેમજ શાંતિભર્યો માહોલ જાન્યુઆરીમાં વધુ સુંદર હોય છે.માવસ્માઈ ગુફા, નોહકાલિકાઈ ધોધ અને ડાવકી નદી જેવા આકર્ષણો તેને પ્રકૃતિ અને એડવેન્ચર લવર માટે પરફેક્ટ છે.



પૂર્વી હિમાલયની ગોદમાં આવેલું દાર્જિલિંગને હિલ ક્વીન કહેવામાં આવે છે. અહિ ચાના બગીચા, ટાઈગર હિલથી સનસેટ પોઈન્ટ, તેમજ ખાસ કરીને દાર્જિલિંગ હિમાલયમાં રેલવેની સફર તમારી ટ્રિપને વધુ યાદગાર બનાવશે.



સિક્કિમનું પેલિંગ એ હિમાલયની તળેટીમાં આવેલું એક શાનદાર શહેર છે. અહીંથી કંચનજંગાના બરફથી ઢંકાયેલા પહાડોનો નજારો જોવાલાયક છે.



પેલિંગમાં Rabdentse ખંડેર, Pemayangtse Monastery અને Kanchenjunga Falls જેવા આકર્ષણો છે. એડવેન્ચરના શોખીન લોકો અહીં ટ્રેકિંગ અને બર્ડ વોચિંગનો આનંદ માણી શકે છે.




શાંતિપૂર્ણ વાતાવરણ, સુંદર દૃશ્યો અને સ્થાનિક પરંપરાઓ તમને એક નવી દુનિયામાં લઈ જાય છે. ઠંડીની મોસમમાં આ સ્થળની સુંદરતા વધુ વધી જાય છે, જે તેને મુલાકાત માટે યોગ્ય બનાવે છે. આ જગ્યા એડવેન્ચર લવર માટે ખુબ ખાસ છે.



જો તમે પણ પરિવાર, મિત્રો કે પત્ની સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમે ટીવી 9 ગુજરાતી વેબ સાઈટ પર ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application