કેરી સાથે ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, જેનાથી થઇ શકે છે સ્કીન પ્રોબ્લમ્સ

  • June 06, 2024 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરી સાથે ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, જેનાથી થઇ શકે છે સ્કીન પ્રોબ્લમ્સ


ઉનાળાની આતુરતાથી રાહ જોતા લોકો મોટાભાગે કેરી પ્રેમીઓ જ હોય છે. આ એટલા માટે છે કારણ કે આ એવી ઋતુ છે જ્યારે લોકો આ ફળ ખાઈને તેમની તૃષ્ણાઓને સંતોષે છે. કેરીમાંથી બનાવેલ મેંગો શેઇક, સાલસા અને ડેઝર્ટ જેવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરીને વ્યક્તિ પોતાની જાતને ફ્રેશ અને હાઇડ્રેટેડ રાખી શકે છે. ફળોનો રાજા કેરી જે સ્વાસ્થ્ય અને સ્વાદનું ધ્યાન રાખે છે. જો તેને કોઈ પણ ખોટા ફૂડ કોમ્બિનેશન સાથે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. 

આયુર્વેદ અનુસાર આ 5 વસ્તુઓ સાથે કેરીનું સેવન ન કરો :

દૂધ

લોકો ગરમીથી રાહત મેળવવા માટે મેંગો શેઇકનું સેવન કરે છે અને દિવસની શરૂઆત સ્વાદિષ્ટ પીણાથી કરે છે. પરંતુ શું જાણો છો કે આયુર્વેદ અનુસાર દૂધ અને કેરીનું એકસાથે સેવન કરવાથી બચવું જોઈએ. આ સંયોજન પાચન તંત્ર પર પ્રતિકૂળ અસર કરી શકે છે. જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, એસિડિટી થાય છે અને વ્યક્તિને પરેશાન કરી શકે છે.

મસાલેદાર ખોરાક

મસાલેદાર ખોરાક ખાધા પછી કેરીનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. મસાલેદાર ખોરાક પાચનતંત્રને ઉત્તેજિત કરે છે. જ્યારે કેરી એક ભારે ફળ છે જે પાચન પ્રક્રિયાને ધીમું કરી શકે છે. આ મિશ્રણથી પેટમાં બળતરા, ગેસ અને અપચો થઈ શકે છે.

દહીં

ઘણા લોકો ઉનાળામાં મેંગો લસ્સી પીવાનું પસંદ કરે છે. દહીં અને કેરીના મિશ્રણનો ઉપયોગ ક્યારેક સલાડ અથવા મીઠાઈ બનાવવા માટે થાય છે. પરંતુ આ મિશ્રણ પાચન તંત્ર પર પણ ખરાબ અસર કરી શકે છે. આયુર્વેદ અનુસાર દહીં અને કેરીનું એકસાથે સેવન કરવાથી શરીરમાં ઝેરી તત્વો બને છે. જેનાથી એલર્જી અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

કારેલા

કેરી ખાધા પછી તરત જ કારેલા ખાવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી ઉબકા, ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

પાણી

મોટાભાગના લોકો કેરી ખાધા પછી તરત જ પાણી પીવાની ભૂલ કરતા હોય છે. પરંતુ આમ કરવાથી પેટમાં દુખાવો, સોજો અને એસિડિટી થાય છે. કેરી ખાધા પછી ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણી પીવું જોઈએ. આયુર્વેદ અનુસાર ફળો સાથે પાણી પીવાથી પેટમાં એસિડ રિફ્લક્સ થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News