રાજકોટ સહિત રાજ્યમાં અનેક વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વેસ્ટરન ડિસ્ટર્બન્સ ની અસરના ભાગરૂપે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી ગયું હતું. પવનની દિશા પણ બદલાઈ હતી અને તેના કારણે સવારે ઠંડો પવન ફૂકાયો હતો. આ પ્રકારના આહલાદક વાતાવરણના કારણે સવારે ગરમીમાં રાહત રહી હતી. દિવસ દરમિયાન પણ મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે અને આગામી ત્રણ દિવસમાં મહત્તમ તથા લઘુતમ તાપમાન 3 થી 4 ડીગ્રી જેટલું નીચે ઉતરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
આજે સવારે ભુજમાં 83 દ્વારકામાં 78 કંડલામાં 84 નલિયામાં 80 ઓખામાં 76 પોરબંદરમાં 78 રાજકોટમાં 83 સુરતમાં 90 વેરાવળમાં 78 દમણમાં 82 દીવમાં 77% ભેજ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ સુરેન્દ્રનગર અને અમરેલીમાં જ મહત્તમ તાપમાન 40 ડિગ્રી થી વધુ નોંધાયું છે. તે સિવાય કચ્છ સહિત સર્વત્ર ૪૦ ડિગ્રી થી ઓછું તાપમાન રહ્યું છે. રાજકોટમાં ગઈકાલે 40.7 અમરેલીમાં 40.3 અને સુરેન્દ્રનગરમાં 40.8 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં 38.7 ભુજમાં 38.4 દ્વારકામાં 28.6 જામનગરમાં 34.5 કંડલામાં 37 નલિયામાં 33.2 ઓખામાં 31.2 પોરબંદરમાં 36.2 અને વેરાવળમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પંજાબમાં પણ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. આસામમાં સાયકલોનિકલ સર્ક્યુલેશન છવાયું છે અને તેના કારણે આસામ અરુણાચલ સહિતના નોર્થ ઈસ્ટ ના રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેક રિટર્નના જુદા જુદા ચાર કેસમાં કૃષિ દવા વેપારીને એક-એક વર્ષની જેલસજા
March 29, 2025 02:34 PMતું ગામડાની છો, તને કંઈ ખબર પડતી નથી પરિણીતાને પતિ સહિતનો ત્રાસ
March 29, 2025 02:29 PMશનિ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકોને સોનાનો સૂરજ ઊગશે, સૌથી વધુ ફાયદો થશે
March 29, 2025 01:39 PMજામનગરમાં રાજપૂત કરણી સેનાએ સાંસદની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ
March 29, 2025 01:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech