રામમંદિર પ્રાણ પ્રતિાના દિવસે ભાજપ ઓફિસ પર બોમ્બ હુમલાની યોજના હતી

  • September 10, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ બેંગલુરૂ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ચાર આરોપીઓ વિદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આઈએસઆઈએસની વિચારધારાથી પ્રભાવિત હતા અને અન્ય હત્પમલાની યોજના પણ બનાવી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું કે તેમને ક્રિપ્ટો કરન્સી દ્રારા ફંડ
મળ્યું હતું.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ બેંગલુ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ચાર આરોપીઓ વિદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ ખુલાસો કર્યેા કે કેવી રીતે આઈએસઆઈએસ પ્રભાવિત કાવતરાખોરોએ અગાઉ અન્ય હત્પમલાઓનું આયોજન કયુ હતું. આમાં અયોધ્યામાં 'પ્રાણ પ્રતિા' સમારોહના દિવસે મલ્લેશ્વરમમાં કર્ણાટક ભાજપ કાર્યાલય પર હત્પમલો પણ સામેલ છે. જોકે, હત્પમલાની આ યોજના નિષ્ફળ ગઈ હતી.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્રારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં જે લોકોના નામ છે તેમાં મુસવીર હત્પસૈન શાજીબનો પણ સમાવેશ થાય છે, જેણે ૧ માર્ચે કેફેમાં બોમ્બ પ્લાન્ટ કર્યેા હતો. વિસ્ફોટમાં નવ લોકો ઘાયલ થયા હતા અને કાફેને નુકસાન થયું હતું. સોમવારે ચાર્જશીટ કરાયેલા અન્ય લોકોમાં અબ્દુલ મતીન અહેમદ તાહા, માઝ મુનીર અહેમદ અને મુઝમ્મિલ શરીફનો સમાવેશ થાય છે. આરોપીઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ૩ માર્ચે રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસની તપાસ શ કરી હતી. એજન્સી કે જેણે વિવિધ રાય પોલીસ દળો અને અન્ય એજન્સીઓ સાથે સંકલનમાં ઘણી તકનીકી અને ક્ષેત્રીય તપાસ હાથ
ધરી હતી

આઈએસઆઈએસની હિંસક વિચારધારાથી પ્રભાવિત
તપાસમાં જાણવા મળ્યું છે કે અલ–હિંદ આઈએસઆઈએસ મોડુલનો પર્દાફાશ થયા બાદ તાહા સાથે શાજીબ ૨૦૨૦થી ફરાર હતો. એનઆઈએ દ્રારા હાથ ધરવામાં આવેલા મોટાપાયે સર્ચને કારણે કેફે બ્લાસ્ટના ૪૨ દિવસ પછી આરોપીઓની પશ્ચિમ બંગાળમાં તેમના છુપાયેલા ઠેકાણામાંથી ધરપકડ કરવામાં આવી હતી. કર્ણાટકના શિવમોગા જિલ્લાના વતની શાજીબ અને તાહા બંને આઈએસઆઈએસ ની હિંસક વિચારધારાથી પ્રભાવિત હતા. તેઓએ અગાઉ સીરિયામાં આઈએસઆઈએસ વિસ્તારોમાં 'હિજરા' (ધાર્મિક તીર્થયાત્રા) કરવાનું કાવતં ઘડું હતું.

મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા
તેઓ અન્ય બે આરોપીઓ અહેમદ અને શરીફ સહિત આઈએસઆઈએસ ના પ્રચાર દ્રારા અન્ય મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં સક્રિય રીતે સામેલ હતા. શાજીબ અને તાહાએ છેતરપિંડીથી મેળવેલા ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ કર્યેા હતો અને ડાર્ક વેબ પરથી ડાઉનલોડ કરાયેલા વિવિધ ભારતીય અને બાંગ્લાદેશી ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરીને બનાવટી નામે ભારતીય બેંક ખાતા ખોલ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application