સની અને ડીમ્પલ કાપડિયા વચ્ચે કઈક તો છે જ

  • December 16, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બન્નેની ગુપચુપ મુલાકાતનો વીડિયો થઈ ગયો વાયરલ, 6 વર્ષ પહેલા પણ લંડનમાં હાથમાં હાથ પકડીને દેખાયા હતા


છેલ્લા થોડા દિવસોથી સની દેઓલના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, હાલ વાયરલ થયેલ વિડીયોમાં સની દેઓલ ડીમ્પલ કાપડિયા સાથે નજર આવ્યા હતા.છેલ્લા થોડા દિવસોથી સની દેઓલના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હાલ વાયરલ થયેલ વિડીયોમાં તે ડીમ્પલ કાપડિયા સાથે નજર આવ્યા .6 વર્ષ પહેલા લંડનમાં પણ ડિમ્પલ કાપડિયાનો હાથ પકડી નજર આવ્યા હતા.


બૉલીવુડમાં ગદર મચાવનાર એક્ટર સની દેઓલ આજકાલ સમાચારમાં છે. એક તરફ સની દેઓલ ફિલ્મોમાં બીજી ઇનિંગ શરૂ કરવાને કારણે ચર્ચાનો વિષય બન્યા છે તો બીજી તરફ પર્સનલ લાઈફને કારણે પણ હેડલાઇન બનાવી રહ્યા છે. હાલ સની દેઓલનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે ડીમ્પલ કાપડિયા સાથે નજર આવી રહ્યા છે. 


છેલ્લા થોડા દિવસોથી સની દેઓલના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ગદર 2ના રીલીઝ પછી સની દેઓલ કોઈને કોઈ કારણોસર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહ્યા છે.હાલ વાયરલ થયેલ આ વીડિયોમાં સની દેઓલ એક ક્લિનિકમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે.  હવે વાત એમ છે કે જ્યારે સની દેઓલ આંખના ક્લિનિકમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો, ત્યારે ડિમ્પલ કાપડિયા પણ જોવા મળી હતી, જેના કારણે બંને વચ્ચે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, બંને આંખના ક્લિનિકમાંથી અલગ-અલગ બહાર આવ્યા હતા અને પછી પોતપોતાની કારમાં જતા રહ્યા હતા.


ડિમ્પલ અને સની દેઓલનો આ વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ ઘણા પ્રકારના સવાલો પણ પૂછી રહ્યા છે. બંનેને ફરી એકવાર સાથે જોઈને ચાહકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું ચાલી રહ્યું છે. વિડીયોમાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે, એક યુઝરે લખ્યું કે 'શું આ બંનેનું અફેર ચાલી રહ્યું છે?' તો બીજા યુઝરે લખ્યું કે 'બંનેની ગુપચુપ મુલાકાત થઈ રહી છે'


લંડનમાં હાથ પકડેલા જોવા મળ્યા હતા

જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા ડિમ્પલ કાપડિયા અને સની દેઓલનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બંને લંડનમાં જોવા મળ્યા હતા અને આ દરમિયાન બંનેએ એકબીજાનો હાથ પકડીને બેઠા હતા. આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. કહેવાય છે કે સની અને ડિમ્પલ વર્ષોથી એકબીજાને પ્રેમ કરે છે. રાજેશ ખન્નાથી અલગ થયા બાદ ડિમ્પલ કાપડિયા સની દેઓલની નજીક આવી હતી. જોકે બંનેએ આ સંબંધને ક્યારેય કોઈ નામ આપ્યું નથી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application