ખેતીવાડીમાં વધુ ઉત્પાદન મેળવવા અને અનાજના મામલે આત્મ નિર્ભર થવા માટે ગ્રીન રિવોલ્યુશનના નામે પેસ્ટીસાઈડ ખાતરોનો ઉપયોગ કરી અનાજનું ઉત્પાદન તો વધુ મેળવ્યું પરંતુ તેની આડ અસરના ભાગપે આરોગ્ય –જમીનની ફળદ્રત્પપતા વગેરે બાબતે જે ગુમાવવું પડું છે તેનો આજે દાયકાઓ પછી સરકારને અને ખેડૂતોને અહેસાસ થાય છે. આવી જ બીજી બાબત પ્લાસ્ટિકના ઉપયોગની છે. જયારે પ્લાસ્ટિકને કોઈ જાણતું પણ ન હતું ત્યારે ૧૯૯૦ ના દાયકામાં તેને વધુ લોક ભોગય બનાવવા માટે સરકારે ટેકસમાં ભારોભાર છૂટ આપી હતી. કારખાના અને ફેકટરીઓ નાખવા માટે જમીન આપી હતી અને આજે યારે પ્લાસ્ટિક લોકોના દૈનિક જીવનમાં નસેનસમાં છવાઈ ગયું છે ત્યારે હવે પ્લાસ્ટિકના વધારે પડતા ઉપયોગના ગેરફાયદા જોવા મળે છે. ઓછી કિંમતના અને વધુ ટકાવ હોવાના કારણે પ્લાસ્ટિકને વધુ આવકાર આપવામાં આવ્યો હતો. પરંતુ તેના જે ગેરફાયદા અત્યારે જોવા મળે છે ત્યારે એવું લાગે છે કે આ એક મહાભયંકર ભૂલ હતી
દૈનિક જનજીવનમાં ડગલેને પગલે પ્લાસ્ટિકનો એટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે કે તેને નાબૂદ કરવાનું મુશ્કેલ નહીં પરંતુ અશકય બની ગયું છે. આવી સ્થિતિમાં હવે સરકાર અને લોકો માટે એકમાત્ર ઉપાય પ્લાસ્ટિકના ઓછામાં ઓછા ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ નીતિના એક ભાગપે રાજકોટ જિલ્લા પંચાયત દ્રારા મુખ્ય બિલ્ડિંગમાં કાપડની થેલીનું એટીએમ લગાવવામાં આવ્યું છે..૫ નો સિક્કો નાખવાથી આ એટીએમમાંથી કાપડની થેલી નીકળે છે. જયારે ઉધ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે કેવી થેલી નીકળે છે તે જોવા કુતુહલવશ આવી બે પાંચ થેલીનો વકરો થયો હતો પરંતુ ત્યાર પછી આ મશીન નવં પડું છે. અમુક લોકોએ છૂટા છવાયા પ્રયાસો કર્યા ત્યારે પાંચનો સિક્કો મશીનમાં બરાબર સેટ ન થતો હોવાની અને તેના કારણે થેલી ન બહાર નીકળતી હોવાની થોડીઘણી છૂટી છવાઈ ઘટના બની હતી. પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી તો આ મશીન તરફ કોઈ જોતું પણ નથી.
કાપડની થેલીના રાજકોટ જિલ્લા પંચાયતના એટીએમની આવી હાલત હોવા છતાં રાય સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અમદાવાદ, નાના અંબાજી અને ખેડબ્રહ્મામા કાપડની થેલીના આવા ત્રણ નવા એટીએમ થોડા દિવસો પહેલા શ કર્યા છે..૧૦ માં લોકોને કાપડની બેગ મળે તેવી વ્યવસ્થા આ એટીએમમાં ગોઠવવામાં આવી છે. ભવિષ્યમાં સોમનાથ, દ્રારિકા, શામળાજી અને સાળંગપુરમાં આવા એટીએમ શ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતનું કાપડની થેલીનું એટીએમ નિષ્ફળ ગયું તેથી હાથ જોડીને બેસી રહેવાનો કોઈ અર્થ નથી. પરંતુ જે કઈં પ્રયાસો થતા હોય તે આયોજનબદ્ધ અને સંકલિત રીતે કરવામાં આવે તો તેના ધાર્યા પરિણામો મળી શકે છે. આવું સંકલન અને આયોજન શું હોઈ શકે તે ભાવનગરની પાસેથી શીખવાનું છે
પ્લાસ્ટિકના ઉપયોગના ભયંકર પરિણામો
પ્લાસ્ટિકના વધારે પડતા ઉપયોગના કારણે તેની ગંભીર વિપરીત અસરો જોવા મળી રહી છે. જમીન, પાણી અને હવાને તે એટલી હદે પ્રદૂષિત કરી કરે છે કે તેનું ડેમેજ કંટ્રોલ ઘણું મુશ્કેલ બને છે, અથવા તો અશકય બની જાય છે. રસ્તા પર આડેધડ ફેંકી દીધેલી પ્લાસ્ટિકની થેલીઓ પશુઓ ખાઈ તો તે મૃત્યુ પામ્યાના બનાવો પણ બની રહ્યા છે. પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં માત્ર એક મિનિટ લાગે છે પરંતુ આ પ્લાસ્ટિકને સડવામાં મહિનાઓ અને કયારેક તો વર્ષેા લાગી જાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબધં હોવા છતાં મોટા પ્રમાણમાં આવો જથ્થો વેપારીઓની દુકાનોથી પકડાય છે. સરકાર શા માટે સીધા જ ઉત્પાદનના એકમો બધં કરતી નથી ?તેવા સવાલો પણ લોકો પૂછી રહ્યા છે. પ્લાસ્ટિકના ઝબલાના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવાથી બહત્પ મોટી સફળતા નહીં મળે. પરંતુ થોડો ઘણો સુધારો તો જોવા મળશે. જો લોકો અગાઉના જમાનાની જેમ ઘરેથી જ કાપડની થેલી લઈને નીકળે અને પ્લાસ્ટિકની થેલીઓ ન સ્વીકારે તો પ્રદુષિત વાતાવરણના સુધારામાં ઘણું મોટું યોગદાન આપ્યું ગણાશે.
૩ દિવસમાં દોઢ લાખ પ્લાસ્ટિકના ઝબલાના બદલામાં ૩,૦૦૦ કાપડની થેલીનું વિતરણ
જો આયોજનબદ્ધ અને સંકલિત રીતે આ દિશામાં પ્રયત્નો કરવામાં આવે તો તેને સફળતા મળી શકે છે તે વાત ભાવનગરની પિયુષ મેડિકલ ગાઈડન્સ ફાઉન્ડેશન નામની સંસ્થાએ સાબિત કરી છે. આ સંસ્થામાં સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર અને જાણીતા ડોકટર તેજસ દોશીના માર્ગદર્શન હેઠળ તારીખ ૩ જુલાઈના રોજ આંતરરાષ્ટ્ર્રીય પ્લાસ્ટિક બેગ ડે નિમિત્તે જુદી જુદી સંસ્થાઓ અને આગેવાનોને વિશ્વાસમાં લઈને તેમના સહકારથી એક પ્રયાસ કર્યેા હતો. જેમાં માત્ર ત્રણ દિવસમાં પ્લાસ્ટિકના દોઢ લાખ ઝબલા લોકોએ આ સંસ્થાને આપી તેમની પાસેથી કાપડની ૩૦૦૦ થેલી પ્રા કરી હતી. ડોકટર તેજસ દોશી અને ભાવનગરની આ સંસ્થાઓના સહકારમાં ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ, રાજહસં હેલ્પીંગ હેન્ડ નામની સંસ્થા, શ્રીસવા ફાઉન્ડેશન, દેવ કન્સલ્ટન્ટ, આરભં એયુકેશન અને શિશુવિહાર નામની સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech