રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરી દ્રારા શહેરની ભાગોળે કાલાવડ રોડ, મોરબી રોડ, ગોંડલ રોડ, ન્યુ રીંગરોડ, જામનગર રોડ અને ભાવનગર રોડ સહિતના હાઈ–વે વિસ્તારોમાં આવેલી અનેક હોેટેલો, રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને શાળા–કોલેજો તેમજ હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. પરંતુ જો રૂડા કચેરીની વાત કરીએ તો રૂડા કચેરીમાં ફાયર સેટીના નામે મોટુ મીંડું છે. મીની ઓડિટોરીયમ સાથેના પાંચ માળના બિલ્ડીંગમાં પૂરા પાંચ ફાયર એટીંગ્યુશર પણ નથી અને જે છે તે કાર્યક્ષમ નથી. રૂડા કચેરીમાં તો કયારેય સફાઈ થતી હશે કે કેમ? તે સવાલ છે કારણ કે જે ફાયર એટીંગ્યુશર ઉપલબ્ધ છે તેના ઉપર ધૂળના થર અને કરોળિયાના ઝાળા જામી ગયા છે.
રાજકોટ મ્યુનિ. કોર્પેારેશનના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૨માં આવેલી રૂડા કચેરીનું બિલ્ડીંગ વર્ષેા પૂર્વે નિર્માણ કરાયું છે અને ફાયર સેટીના લેટેસ્ટ રૂલ્સની સાથે અપડેટ નથી. સમગ્ર શહેરમાં આડેધડ નોટિસો અને સીલીંગ ઝૂંબેશ ચલાવી રહેલી રાજકોટ મહાનગરપાલિકા હવે રૂડા કચેરીને પણ નોટિસ ફટકારશે કે કેમ? તે જોવાનું રહ્યું. રૂડા વિસ્તારમાં નિર્માણ થતી કોઈ૫ણ ઈમારત કે સંકુલ માટેનું ફાયર એનઓસી રાજકોટ મહાનગરપાલિકામાંથી મેળવવાનું હોય છે. રૂડા પાસે ફાયર એનઓસી આપવાની કોઇ સત્તા નથી.
આર્યજનક બાબત તો એ પણ છે કે પંચાવન ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર હોવા છતાં રૂડા વિસ્તારમાં ફાયર સ્ટેશનની સંખ્યા પણ ખુબ મર્યાદિત છે. અનેક ગામો અને જીઆઈડીસી એરિયા દ્રારા અવાર–નવાર લેખિત–મૌખિક અને ટેલિફોનીક રજૂઆતો કરવા છતાં રૂડાએ કયારેય પોતાના વિસ્તારમાં નવા ફાયર સ્ટેશનનું નિર્માણ કરવાનું વિચાયુ નથી કે આયોજન કયુ નથી. મહાપાલિકાની જેમ જ રૂડા પાસે પણ ટીપી સ્કીમોના પબ્લીક પર્પઝના રિઝર્વેશનના અનેક પ્લોટસની જમીનોની વિશાળ ઉપલબ્ધી છે પરંતુ રૂડાના સ્ટાફને આવા કામના બદલે વહિવટી બાબતોમાં જ વધુ રસ છે તે સર્વવિદીત છે.
શાપર–વેરાવળ જીઆઈડીસીમાં અવાર–નવાર લાગતી આગવેળાએ છેક રાજકોટથી ફાયર ફાઈટર દોડાવવા પડે તે કેટલી શરમજનક બાબત છે. આ મામલે શાપર–વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્રારા અસંખ્ય વખત રજૂઆત કરાઈ ત્યારબાદ રૂડાએ માંડ જમીન ફાળવી છે પરંતુ હજુ સુધી ત્યાં ફાયર સ્ટેશન બન્યું નથી.
કાલાવડ રોડ તો છેક ન્યારી ડેમથી આગળ સુધી વિકસી ગયો છે પરંતુ ત્યાં આગળ પણ રૂડાએ ફાયર સેટીની કોઈ સુવિધા નિર્માણ કરી નથી. મોટા મવા ટીપી સ્કીમ અંતર્ગત મળેલા રિઝર્વેશનના પ્લોટમાં ઈસ્કોન મંદિરની સામેના ભાગે મહાપાલિકાએ નવું ફાયર સ્ટેશન નિર્માણ કરવા ચાલુ વર્ષના બજેટમાં દરખાસ્ત કરી છે અન્યથા તે વિસ્તારમાં મોટા પ્રમાણમાંહાઈરાઈડ બિલ્ડીંગ છે છતા રૂડાએ કયારેય ત્યાં આગળ ફાયર સ્ટેશન બનાવવા માટે જમીન ફાળવવાની કે ફાયર સ્ટેશનનું નિર્માણ કરવાની તસ્દી લીધી નથી.
મહાનગરપાલિકા અને રૂડા બન્નેની કામગીરી એક સમાન છે અને બન્નેના વહિવટી વડા પણ એક જ છે. આમ છતા બન્નેની કામગીરીમાં જમીન–આસમાનનો તફાવત હરહંમેશ જોવા મળે છે. રાજકોટ મહાપાલિકાની હદ હવે ન્યારી ડેમ રોડ સુધી છે. ત્યાંથી આગળનો વિસ્તાર રૂડામાં આવે છે અને તે વિસ્તારમાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં હાઈરાઈઝ ઈમારતો બની છે ત્યારે ભવિષ્યમાં જો કોઈ હાઈરાઈઝ રેસીડેન્સીયલ એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ ભભૂકશે તો ટીઆરપી ગેમ ઝોન જેવો ભયાનક અિકાંડ સર્જાશે તેમ કહેવામાં અતિશ્યોકિત નથી
મહાપાલિકાએ અહીં કેમ નોટિસ ન આપી?
શહેરમાં આડેધડ નોટિસો ફટકારી સીલીંગ કરતી રાજકોટ મહાપાલિકા કચેરીએ રૂડા કચેરીને નોટિસ કેમ ફટકારી નથી? તે સો મણનો સવાલ છે. રૂડા કચેરીમાં ફાયર સેટીની સુવિધાના નામે શૂન્ય છે છતાં ત્યાં મહાપાલિકાની ટીમ ચેકિંગ કરવા માટે પણ ગઈ નથી અને જો ચેકિંગ કરવા માટે ગઈ હોય તો તેને લગતું રોજકામ પણ કયુ નથી.
મુકેશ કુમારના કાર્યકાળમાં રૂડાનું નળ જોડાણ કટ થયું'તું
રાજકોટના તત્કાલિન મ્યુનિ. કમિશનર અને રૂડાના તત્કાલિન ચેરમેન મુકેશકુમારના કાર્યકાળમાં રૂડા કચેરીએ વેરો ભરપાઈ નહીં કરતા તેનું નળ કનેકશન કપાત કરી નાંખવામાં આવ્યું હતું. કચેરી કોઈપણ હોય જો તે કાયદા અને નિયમનું પાલન ન કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે તેનું શ્રે ઉદાહરણ ઉપરોકત નળ જોડાણ કપાત કરાયું હતું તે બાબત છે. રૂડા ઓફિસમાં ફાયર સેટી ન હોય તો નોટિસ આપવામાં મનપાએ શા માટે શરમ અનુભવવી જોઈએ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીર ગઢડામાં માનવભક્ષી દીપડાએ ઘરમાં ઘૂસી બે વ્યક્તિ પર હુમલો કર્યો, એકનું મોત, વન વિભાગની ટીમ દોડી
January 19, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech