દારૂની પરમિટ મેળવનારાઓની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો

  • August 20, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગર ગુજરાતમાં દાબંધી છે પરંતુ હેલ્થ પરમિટના આધારે છેલ્લ ા ચાર વર્ષમાં દા પીનારાની સંખ્યામાં વધારો થયો છે છેલ્લ ા ચાર વર્ષમાં ૧૨,૯૪૨ લોકોએ હેલ્થ પરમિટ મેળવી છે વર્ષ ૨૦૨૧ –૨૨ ની સરખામણીએ છેલ્લ ા બે વર્ષમાં પરમીટ ધારકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.હેલ્થ પરમિટ લેવાની ઝંઝટ કરતા બારોબાર દા મળી જતો હોય કે પછી ખરેખર દા પીવાવાળાની સંખ્યામાં ઘટાડો થયો હોય તેમ માનવામા આવે છે.પરંતુ જાન્યુઆરી–૨૦૨૧ અને જાન્યુ –૨૦૨૨ની સરખામણીમાં જાન્યુ–૨૦૨૩ અને જાન્યુઆરી –૨૦૨૪ એમ છેલ્લ ા બે વર્ષમાં હેલ્થ પરમિટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
નશાબંધી વિભાગના આંકડા મુજબ નિયમ ૬૪ મુજબ હેલ્થ પરમિટ એટલે કે આરોગ્યના કારણસર દા પીવાની મંજૂરી લેનારાની કુલ સંખ્યા સમગ્ર રાયમાં જાન્યુઆરી–૨૦૨૧માં ૩૧,૫૧૦ હતી. તેમાં ૭૨૮૦ના વધારા સાથે જાન્યુઆરી–૨૦૨૨માં વધીને ૩૮,૯૭૦ થવા ૨૯૮૩ના વધારા સાથે કુલ સંખ્યા ૪૧,૯૫૩ થઇ હતી. યારે જાન્યુઆરી–૨૦૨૪માં ૨૦૪૯ના વધારા સાથે રાયમાં કુલ ૪૪,૦૦૨ નાગરિકો દા પીવાની મંજૂરી ધરાવતા હતા. જાન્યુઆરી૨૦૨૧થી ૨૦૨૨ વચ્ચે જે મોટો વધારો થયો હતો, તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
અમદાવાદ જિલ્લો સૌથી વધુ પરમિટ સાથે સમગ્ર રાયમાં પ્રથમ નંબર પર છે તે પછી સુરત બીજા ક્રમે છે. ડાંગ જિલ્લ ામાં અગાઉ ૧ પરમિટ હતી તે શૂન્ય થઇ જતા ડાંગમાં હેલ્થ પરમિટના આધારે દા પીવાની જર નહીં હોવાનું આંકડા દર્શાવે છે. તો પાટણમાં જાન્યુઆરી–૨૦૨૧માં ૧૨૨ હતી તે ઘટીને ૮૩ થવા પામી છે. મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર જિલ્લ ામાં પણ પરમિટમાં ઘટાડો નોંધાયો છે યારે ગાંધીનગર જિલ્લ ામાં વધારો નોંધાયો છે. કચ્છમાં પણ ફકત ૬ પરમિટ જ છેલ્લ ા ચાર વર્ષમાં વધી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News