બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે તેના મેનુમાં ચાલુ મહિનાથી ફેરફાર થયો છે અને કઠોળ સહિત લીલા શાકભાજી ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગના સેકશન અધિકારી આર.જે. ચૌધરીએ રાજ્યપાલના હુકમથી બહાર પડાયેલા પરિપત્રમાં જણાવ્યુ છે કે પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે.
શિક્ષણ વિભાગના સંદર્ભ ક્રમાંક-૧ સામેના ઠરાવથી પી.એમ.પોષણ યોજનામાં બાળકોને આપવામાં આવતા ભોજનનું દૈનિક વાનગી મેનુ નિયત કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના સંદર્ભ ક્રમાંક-૨ સામેના ઠરાવ મુજબ પી.એમ. પોષણ યોજના અંતર્ગત અઠવાડિયામાં એક દિવસ બાળકોને સુખડી આપવામાં આવે છે.
મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને તા. ૨૬-૧૦-૨૦૨૩ના રોજ મળેલ રાજ્યકક્ષાની સ્ટયરીંગ કમ મોનિટરીંગ ઉકત મેનુના અમલીકરણમાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઇ જરી સુધારા-વધારા કરવા સૂચન થયેલ હતું.
આથી. પી.એમ. પોષણ યોજનાના દૈનિક વાનગી મેનુમાં બદલાવ કરી સરકાર તરફથી નિયત થયેલ અનાજ, કઠોળ, તેલ અને લીલા શાકભાજીના જથ્થાના પ્રમાણ તથા ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર નિયત થયેલ કેલેરીનું પ્રમાણ જાળવી સમગ્ર રાજ્યમાં એકસાથે અમલમાં મૂકી શકાય તે મુજબનું વાનગી મેનુ નિયત કરવા સંદર્ભ ક્રમાંક-૪ સામેના ઠરાવથી નિયત થયેલ ટેકનિકલ એડવાઇઝરી કમિટિની બેઠકમાં ચર્ચા કરવામાં આવેલ.
જે મુજબ કમિશ્નર પી.એમ. પોષણ યોજનાની કચેરીના સંદર્ભ ક્રમાંક -૫ સામેના પત્રથી પી.એમ. પોષણ યોજના માટેનું દૈનિકવાનગી મેનુમાં ફેરફાર કરવા દરખાસ્ત કરવામાં આવેલ હતી જે વિચારણા હેઠળ હતી.
સરકારની કાળજીપૂર્વકની વિચારણાના અંતે પી.એમ. પોષણ યોજનામાં બાળકોને આપવામાં આવતા મોજન માટે નીચે મુજબ દૈનિક વાનગી મેનુ નિયત કરવાનું ઠરાવવામાં આવે છે.
સોમવારે વેજપુલાવ તથા દેશી ચણાનું શાક,
ધોરણ ૧ થી ૫ -ચોખા ૧૦૦ ગ્રામ, ચણા ૨૦ ગ્રામ, તેલ ૧૦ ગ્રામ, શાકભાજી -૫૦ ગ્રામ, ધોરણ ૬ થી ૮ ચોખા ૧૫૦ ગ્રામ, ચણા ૩૦ ગ્રામ, તેલ ૧૦ ગ્રામ, શાકભાજી ૭૫ ગ્રામ,
મંગળવાર-દાળઢોકળી અને લીલું શાક
ધોરણ ૧ થી ૫- ઘઉં ૧૦૦ ગ્રામ, કઠોળ દાળ ૨૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી ૫૦ ગ્રામ, ધોરણ ૬ થી ૮- ઘઉં ૧૫૦ ગ્રામ, કઠોળ -૩૦ ગ્રામ, તેલ -૧૦ ગ્રામ, શાકભાજી -૭૫ ગ્રામ
બુધવાર-ખીચડી શાક અથવા દાળ, ભાત, શાક
ધોરણ ૧ થી ૫ ચોખા ૧૦૦ ગ્રામ, ચણા -૨૦ ગ્રામ, તેલ -૧૦ ગ્રામ, શાકભાજી-૫૦ ગ્રામ, ધોરણ ૬ થી ૮ ચોખા ૧૫૦ ગ્રામ, ચણા-૩૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી -૭૫ ગ્રામ
ગુરુવાર-દાળઢોકળી+ લીલુશાક+ સુખડી (સુખડી યોજના અંતર્ગત)
ધોરણ ૧ થી ૫- ઘઉં ૮૦ ગ્રામ, કઠોળ દાળ-૨૦ ગ્રામ, તેલ -૧૦ ગ્રામ, શાકભાજી -૫૦ ગ્રામ, સુખડી યોજના હેઠળ ઘઉં ૨૦ ગ્રામ, તેલ -૧૦ ગ્રામ, ગોળ-૧૫ ગ્રામ, ધોરણ ૬ થી ૮ -ઘઉં ૧૨૫ ગ્રામ, કઠોળ દાળ-૩૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી -૭૫ ગ્રામ, સુખડી યોજના હેઠળ ઘઉ ૨૫ ગ્રામ, તેલ-૧૦ગ્રામ, ગોળ-૨૦ ગ્રામ,
શુક્રવાર -વેજીટેબલ મુઠીયા, આખા ચણાનું શાક અથવા થેપલા અને આખા ચણાનું શાક
ધોરણ ૧ થી ૫- ઘઉં ૧૦૦ ગ્રામ, ચણા-૨૦ ગ્રામ, તેલ -૧૦ ગ્રામ, શાકભાજી -૫૦ ગ્રામ, ધોરણ -૬ ઘઉં ૧૫૦ ગ્રામ, ચણા-૩૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી -૭૫ ગ્રામ
શનિવાર -વેજ ખીચડી અથવા ખારી ભાત (શાકભાજી સહિત) અને કઠોળ દાળ અથવા કઠોળ દાળ સહિતનો વેજ. પુલાવ
ધોરણ ૧ થી ૫-ચોખા ૧૦૦ ગ્રામ, કઠોળ દાળ-૨૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી -૫૦ ગ્રામ, ધોરણ ૬ થી ૮ ચોખા ૧૫૦ ગ્રામ, કઠોળ દાળ-૩૦ ગ્રામ, તેલ-૧૦ ગ્રામ, શાકભાજી ૭૫ ગ્રામ
રાજ્યના જે વિસ્તારમાં એન.જી.ઓ. દ્વારા આપવામાં આવતા ભોજન માટે અલગથી મેનુ નિયત કરવામાં આવેલ છે ત્યાં તે મુજબ જ વાનગી મેનુનો અમલ કરવાનો રહેશે.
ઉપર કોષ્ટકમાં દર્શાવેલ વાનગીઓ ઋતુ પ્રમાણે લીલા શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.પી.એમ. પોષણ યોજના માટે નિયત થયેલ જથ્થો, કેલેરી અને પ્રોટીનની માત્રા જળવાઇ રહે તે મુજબ સ્થાનિક સ્વાદચિને ધ્યાને લઇ, કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાની સ્ટીયરીંગ કમ મોનીટરીંગ સમિતિની મંજૂરી મેળવી જર જણાયે વાનગીમાં ફેરફાર કરી શકાશે.આ ઉપરાંત, જે તે દિવસના મેનુ મુજબ જરી કઠોળ-દાળ કે ચણાનો જથ્થો ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં જે કઠોળ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરી નિયત થયેલ કેલરી પ્રોટીન મુજબનું ભોજન બાળકોને આપવાનું રહેશે.તેમ જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech