ઊના શહેરમા ત્રણ દિવસ પહેલા ગોંદરા ચોક પાસે હરિ દીપક ટ્રાન્સપોર્ટની ઓફીસમાંથી ધોળા દિવસે રોકડા રૂપિયા ૪૦૨૨૫ની ચોરીનો બનાવ બનેલ હતો અને તેનો ભેદ ઉકેલવા ગીર સોમનાથ જિલ્લા ની લોકલ ક્રાઇમ બ્રાન્ચેના પોલીસ ઇન્સ્પેકટર એસ. એમ. ઈસરાણીના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઇ. વી.કે.ઝાલા, એ.એસ.આઇ. લાલજી ભાઈ બાંભણિયા, નરેન્દ્ર ભાઈ કછોટએ તપાસ શરૂ કરતા તલાલા ગુન્દ્રણ રોડ ઉપર વાહન ચેક કરતા હતા ત્યારે એક મોટર સાયકલ નંબર જીજે-૧૧બીએસ-૫૦૪૪ ઉપર આવતા યુવાન ને રોકવતા પૂછપરછ કરતા તેમનું નામ શબીર ઊર્ફે ગભરૂ સુલેમાન હાલા ગામેતી ઉંમર વરસ ૨૩રે. જૂનાગઢ સરદાર બાગ, કલેકટર કચેરીની પાછળ ઘાચી પટ જૂનાગઢ જણાવેલ અને તેની આગવી પૂછપરછ કરતા તે ભાંગી પડેલ હતો અને કબૂલ કરેલ કે તે ઊનામાં રહેતી તેની બહેનના ઘરે રોકવા ગયેલ હતો અને ગત તારીખ ૩૦-૧-૨૪ના જૂનાગઢ જતી વખતે ઊનામા ગોંદરા ચોક પાસે હરિ દીપક ટ્રાન્સપોર્ટની ઓફીસમા ટેબલના ખાનામા રાખેલ રૂપિયા ૪૦૨૨૫ની ચોરી કરેલ હતી અને ત્યાંથી નીકળી ઊનામા ગીર ગઢડા રોડ ઉપર આવેલ હરિ ક્રિષ્ના ઇલેક્ટ્રીક દુકાને દરવાજા પાસે રાખેલ એક થેલો અને ઇલેક્ટ્રીક કટર મશીનની ચોરી કરેલ હતી અને ત્યાંથી નીકળી ઘનશ્યામ ટાયર એજન્સીની દુકાને ચોરી કરવા પ્રયાસ કરેલ પરંતુ કંઈ મળેલ હતું નહી.
તેમજ તેમણે ગત તા૩૦-૧ના રોજ તાલાલા સાસણ રોડ ઉપર આવેલ રામકૃષ્ણ સન્યાસ આશ્રમમા રૂમમાંથી રોકડા રૂપિયા ૨૫૦૦૦/ અને સોનાચાંદીમાં મઢેલ રુદ્રાક્ષની માળારૂપિયા ૭૪૦૦૦ની ચોરી કરી હતી તેમજ તલાલા ગુન્દ્રણ રોડ ઉપર આવેલ શ્રીનાથજી રીટેલ સ્ટોર્સમાંથી બપોરે રોકડારૂપિયા ૪૭૦૦૦ચોરી કરી હતી તેની કબૂલાત આપતા આરોપી શબિર ઉર્ફે ગભરૂ સુલેમાન હાલા ગામેતીના કબજામાંથી પોલીસે રોકડા રૂપિયા ૩૭૨૦૦ સોનાની રુદ્રાક્ષના ૩૬ પારાની તૂટેલી માળારૂપિયા ૮૦૦૦૦ અને ઇલેક્ટ્રિક કટર મશીનરૂપિયા ૨૦૦૦ મોટર સાયકલ રૂપિયા ૨૫૦૦૦, એક મોબાઈલ ફોન ૧૦૦૦ મળી કુલ રૂપિયા એક લાખ ૪૫ હજાર ૨૦૦નો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી. આ આરોપી સામે કુલ ૧૧ગુનાઓ દાખલ છે.
આમ ગીર સોમનાથ જિલ્લ ા લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસએ ઊનાની ત્રણ ઘરફોડ ચોરી અને તલાલા ગીરની બે ચોરીના ગુનાનો ભેદ ઉકે લી સફળતા મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech