રોકડ, લેપટોપ, ચાંદીના સિકકા સહિતનો મુદામાલ કબ્જે લેવાયો
જામનગરના હનુમાનટેકરી વિસ્તારમાં 3 મકાનમાં ચોરી થઇ હતી જેનો ભેદ પોલીસે ગણતરીમાં ઉકેલી નાખ્યો છે, બે શખ્સને પકડી પાડી ચોરીમાં ગયેલો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે.
જામનગર એસપી અને સીટી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ અનડીટેકટ ગુના શોધી કાઢવા સીટી-સી ડીવીઝનના ઇન્ચાર્જ પીઆઇ ધાસુરાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સ્ટાફના ફૈઝલ ચાવડા, હર્ષદ પરમાર તથા હોમદેવસિંહ જાડેજાને બાતમી મળેલ કે તાજેતરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદામાલ સાથે આરોપીઓ ખુલ્લી ફાટકથી આગળ વામ્બે આવાસ પાછળ બાવળની ઝાડીમાં ચોરીનો માલ સગેવગે કરવાની ફીરાકમાં છે.
જે હકીકત આધારે પોલીસ ટુકડીએ ત્યાં જઇને ચોરી કરનાર બે ઇસમ તથા બે કાયદાથી સંઘર્ષીત કિશોરને રોકડ, લેપટોપ, દાગીના સાથે અટકાયત કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા ખુલ્લી ફાટક પાસે બાવરીવાસમા રહેતો અર્જુન વિજય કોળી અને રોહીત જીવણ ડાભી આ બંનેને પકડી પાડયા હતા, તેમજ તેની પાસેથી 30 હજારની રોકડ, એક લેપટોપ, ચાંદીના બે સિકકા, ચાંદીની સાકળાની જોડી, નાકનો દાણો, ટીનનો ડબો, ડીવીડી પ્લેયર સહિતનો મુદામાલ કબ્જે કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરાયા
January 21, 2025 12:54 PMકોલકતાથી જામનગર ટ્રેન મારફતે સસલા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
January 21, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech