શહેરના કરણપરામાં રહેતા વેપારી પરિવાર સાથે ધુળેટીએ બગસરા ગયા હતા. દરમિયાન તેમના બધં ફલેટમાંથી પિયા ૩.૨૫ લાખની ચોરી થઈ હતી. એ ડિવિઝન પોલીસે જીવંતિકાનગરમાં રહેતા રિક્ષાચાલકને ઝડપી ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી . ૨.૮૭ લાખની રોકડ અને મોબાઈલ કબ્જે કર્યેા હતો. આર્થિક સંકળામણમાં હોવાથી તેને ચોરી કર્યાનું રટણ કયુ હતું.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કરણપરા શેરી નંબર ૨૬ વિશાલ એપાર્ટમેન્ટમાં બીજા માળે લેટ નંબર ૨૦૨ માં રહેતા જગદીશભાઈ રાજેન્દ્રભાઈ જોગી(ઉ.વ ૪૬) કે જેમને આશાપુરા મેઈન રોડ પર શ્રીજી ડ્રેસીસ નામની દુકાન હોય તેઓ ગત તા.૧૩ ૩ ના હોળીની રાત્રે બગસરા ખાતે રહેતા તેમના માતાને મળવા માટે પરિવાર સાથે ગયા હતા. બીજા દિવસે પાડોશીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા લેટના દરવાજાનો નકુચો તૂટેલો છે બાદમાં પરિવારે અહીં આવી તપાસ કરતા માલુમ પડું હતું કે, બધં લેટમાંથી રોકડ અને ઘરેણા સહિત કુલ પિયા ૩.૨૫ લાખની મત્તાની ચોરી થઇ ગઇ છે. જે અંગે તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીના આ બનાવને લઇ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી. બારોટની રાહબરી હેઠળ પી.એસ.આઇ કે.એમ.વડનગરા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ એમ.વી.લુવા, હેડ કોન્સ્ટેબલ ધારાભાઈ ગઢવી અને અજયભાઈ બસીયાને મળેલી બાતમીના આધારે રામનાથપરા મહાદેવ મંદિર પાસેથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછતાછ કરતા તેનું નામ કમલેશ ઉર્ફે કમલો નારણભાઈ રાઠોડ(ઉ.વ ૨૯ રહે. જીવંતિકાનગર શેરી નંબર ૨, ગાંધીગ્રામ મૂળ, ધાંગધ્રા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસની પૂછપરછ કરતા વેપારીના લેટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આરોપી કમલેશ ઉર્ફે કમલો રિક્ષાચાલક હોય છેલ્લા ઘણા દિવસોથી આર્થિક સંકળામણમાં હતો. દરમિયાન અહીં લેટ બધં જોતા તેણે હાથફેરો કરી લીધો હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસે રોકડ પિયા ૨,૮૭,૫૦૦ અને મોબાઈલ ફોન કબજે કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech