ભાગમાં કરેલો ચાનો થડો ખાલી કરવાનું કહેતા યુવકને પાઇપથી મારમાર્યો

  • October 04, 2024 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ રોડ પર ટ્રુ વેલ્યુ શો રૂમ પાસે ભાગીદારીમાં કરેલો ચા નો થડો ખાલી કરવા અંગેની વાત કરવા માટે ગયેલા યુવકને ભાગીદાર સહિતનાને મારમારતા સારવાર લેવી પડી હતી.
મોટામવા પાસે પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં રહેતો વિશાલ રમેશભાઈ છનિયારા (ઉ.વ.30) નામનો યુવક આજે સવારે દશેક વાગ્યાના અરસામાં ગોંડલ રોડ ઉપર આવેલા મારુતિના ટ્રુ વેલ્યુ શો રૂમની નજીક આવેલા ખેતલા આપા ટી સ્ટોલ પાસે હતો ત્યારે સિધ્ધરાજસિંહ અને તેની સાથેના અજાણ્યાએ ઝગડો કરી પાઇપ અને ઢીકાપાટુનો મારમારતા યુવકને ઇજા થવાથી સિવિલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જાણ કરી હતી.
બનાવ અંગે વિશાલના કહેવા મુજબ 2020માં ટ્રુ વેલ્યુ શો રૂમ નજીક સિધ્ધરાજસિંહ સાથે ચા નો થડો ભાગીદારીમાં શરૂ કર્યો હતો.
ચારેક મહિનાથી ભાગના નીકળતા પૈસા આપતો ન હોવાથી તેને થડો ખાલી કરી દેવા માટેનું કહેતા થડો પણ ખાલી કરતો ન હોવાથી આજે ફરી આ બાબતે વાતચીત કરવા જતા સિધ્ધરાજએ ઉશ્કેરાઈ મારમાર્યો હતો.
વધુ તપાસ માલવિયાનગર પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application