રાજકોટ યાર્ડમાં ૫૦ લાખ કિલો ડુંગળીની આવક; ભાવમાં કડાકો

  • December 23, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ખુલતી બજારે ૫૦ લાખ કિલો ડુંગળીની આવક થતાની સાથે જ ભાવમાં જબરો કડાકો બોલ્યો હતો. પ્રતિ ૨૦ કિલોના સરેરાશ .૧૦૦થી ૫૦૦ના ભાવે સોદા પડા હતા. હવે યાં સુધી ઉપલબ્ધ જથ્થાનો નિકાલ ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બધં કરવાની જાહેરાત કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટના જુના માર્કેટ યાર્ડ સંકુલ ખાતે આજે ડુંગળી ભરેલા અંદાજે ૮૦૦થી વધુ વાહનોની આવક થતા યાર્ડ બહાર ખેડૂતોના વાહનોની આઠ કિલોમીટર લાંબી લાઇન થઇ હતી. ડુંગળીમાં આજે એક લાખ દાગીનાની આવક થઇ હતી, એક દાગીનામાં સરેરાશ ૫૦ કિલોની ભરતી હોય છે એ ગણતરી મુજબ કુલ ૫૦ લાખ કિલોની આવક થઇ હતી. માર્કેટ યાર્ડ ચેરમેન, ડિરેકટર્સ તેમજ તમામ સ્ટાફ દ્રારા ડુંગળીની ઉતરાઇ અને ટ્રાફિક વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી.યાર્ડના વર્તુળોએ જણાવ્યું હતું કે પુષ્કળ ઉત્પાદન આવ્યું છે પરંતુ પાછોતરા વરસાદના કારણે ગુણવત્તા નબળી રહી છે તેવા કારણે પણ ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. તદઉપરાંત મબલખ આવક સામે લેવાલી રાબેતા મુજબની જ રહી છે જેના લીધે ભાવ ટકેલા રહ્યા છે. સ્થાનિક માંગ સંતોષાયા બાદ પણ જથ્થો વધતો હોય હાલ સૌરાષ્ટ્ર્રની ડુંગળીની રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ બંગાળ સુધી નિકાસ થઇ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application